New Delhi તા.20
વધુ એકવાર આજે દિલ્હીની અનેક સ્કુલોને બોમ્બની ધમકી મળતા હડકંપ મચ્યો હતો. દિલ્હીની ડીપીએસ દ્વારકા કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કુલ અને સર્વોદય વિદ્યાલયને બોમ્બની ધમકી મળી હતી.
નજફગઢની કેટલીક સ્કુલોને ધમકી મળી હતી. સવારે 6 વાગ્યે દિલ્હી ફાયર બ્રિગેડને નજફગઢની એક સ્કુલથી પહેલો કોલ આવ્યો હતો પોલીસ ફાયર બ્રિગેડ, બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમો સ્કુલની તલાસી લેવા માટે પહોંચી હતી. જોકે ત્યાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.પોલીસ દરેક સ્થળે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની 12 તારીખે દિલ્હી હાઈકોર્ટને બોમ્બની ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો. પોલીસે ત્યાં તપાસ કરી હતી. જોકે ત્યાં કંઈ વાંધાજનક નહોતુ મળ્યુ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. આ ધમકીઓ પોકળ સાબિત થાય છે ત્યારે કોઈ ભાંગફોડીયા તત્વો ભય ફેલાવવા ધમકી આપે છે કે શું?