Amreli, તા. ર4
બગસરા ગામે રહેતા આરોપી હાર્દિક જયેશભાઈ આહલપરાએ કોઈ અજાણી વ્યકિત સાથે સાયબર ક્રાઈમથી છેતરપીંડી કરી પોતે પોતાના બેંક ખાતામાં ફ્રોડના નાણા મેળવી લઈ અને આ ફ્રોડના નાણા હોવાની હકીકત તેમજ આફ્રોડના નાણા જમા કરવાથી બેંક ખાતું ફ્રિઝ થશે તેવી હકીકત આરોપી જાણતો હોવા છતાં ગત તા. 4/4/રપ થી તા. 13/6/રપ નાં સમયગાળા દરમિયાન બગસરા ગામે નવી પોસ્ટ ઓફિસની સામે રહેતા નિકુંજભાઈ રમેશભાઈ સોજીત્રા નામના વેપારી તથા અમરેલી જિલ્લાનાં અલગ અલગ વેપારીઓના ખાતામાં તેમનો વિશ્વાસ કેળવી જાણીબુઝીને કપટપૂર્વક આરોપી પોતાની પત્નીનાં ખાતામાંથી ચુકવણી કરાવતો હોવાની ખોટી હકીકત જણાવી વેપારીના ખાતામાં રૂપિયા ર0,000 ફ્રોડની રકમ જમા કરાવી તે નાણાના બદલામાં ચીજ વસ્તુઓ ખરીદીને પોતે રાખી લઈ આ વેપારી તથા અન્ય વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી આ છેતરપીંડીના નાણાથી મેળવેલ મુદામાલ પોતે રાખી લઈ સગેવગે કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ચમારડી ગ્રામ પંચાયતનાં મહિલા સદસ્ય અને તેના પતિને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા
અમરેલી, તા. ર4: બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા કોમલબેન સુરેશભાઈ દાફડા ચમારડી ગ્રામ પંચાયતનાં સભ્ય હોય. જેથી ગત તા. ર1નાં બપોરનાં ત્રણેક વાગ્યે તેણી તથા તેમના પતિ સુરેશભાઈ ચમારડી ગ્રામ પંચાયત ઓફિસે ગયેલ હતા. ત્યારે ચમારડી ગામનાં સરપંચનાં પતિ જીવનભાઈ વેલજીભાઈ નામના આરોપીએ તેણીને દુર બેસવાનું કહી તથા આરોપી નરેશભાઈ ભવાનભાઈએ તેણીને તથાતેણીના પતિને કહેલ કે આવા લોકોને અહી શું કામ આવવા દયો છો તેમ કહી હાજર આરોપી ધીરૂભાઈ જીવરાજભાઈએ તેણીને કહેલ કે તમારે જયાં જવું હોય ત્યાં જજો તમારી કોઈ ફરિયાદ નહી સાંભળે તેમ કહી ત્રણેય આરોપીઓ તેણીને બિભત્સ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પંચાયત ઓફિસમાં ઘરવાનું નહી તેમ કહી અપમાનીત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.