પતિ રજાઓમાં વતન જવાની જીદ કરતો હોય પૈસા ની કરકસર કરવા મુદ્દે બંને વચ્ચે ચકમક ઝરી.. તી
Rajkot,તા.27
શહેરના રામનાથ પરામાં રહેતા બંગાળી સોની દંપતી વચ્ચે પૈસા બચાવવા અને ખોટો ખર્ચ ન કરવા મુદ્દે માથાકૂટ થતા મહિલાએ ઉંદર મારવાની દવા ગટગટાવી લેતા અર્ધ બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રામનાથ પરા માં રહેતી અને એક વર્ષ પહેલાં જ પરણીને પતિને ત્યાં આવેલી સાસુ સસરા સાથેના સંયુક્ત કુટુંબમાં રહેતી અમીનાબેન અલ્તાફભાઈ શેખ ૨૧ ગઈકાલે પાંચેક વાગે પોતાના ઘરે હતી ત્યારે ઉંદર મારવાની દવા પી જતા અર્ધ બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવી હતી, આ બનાવ અંગે અમીના બેન ના પિતા અલી ભાઈ એ જણાવ્યું હતું કે પોતાની દીકરી અમીના ના પતિ અલ્તાફ બંગાળના હોય રજા અને ધંધો સારો ચાલતો હોવાથી પૈસા ભેગા થતાં અલ્તાફ વતન જવા તૈયાર થયો હતો તેની સામે અમીના બેને પૈસા ભેગા કરવા અને ન વાપરવા અને ઘર ભાડું આપી દેવા ભાવઆગ્રહ કરતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને અમીનાએ ઉંદર મારવાની દવા પી લીધી હતી, ઘરમાં પૈસા બચાવવા માટે પરણીતાએ ઝેરના પારખા કર્યા હોવાના આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે