Bhavnagar તા.23
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધાર્મિક વૈમનસ્ય પેદા કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં વધુ બે મુસ્લિમ શખ્સો સામે કડક કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવી છે.
આ બે શખ્સો ફંડિંગ આપતા હતા. દરમિયાન ગેરકાયદેસર મદ્રેસા ના મોલાના મોહમ્મદ ના કોર્ટ એ 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રીમાન દરમિયાન ફંડિંગ આપનાર વધુ કેટલાક લોકોના નામ ખુલવાની સંભાવના છે.
ભાવનગર રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન અને મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમના નેતૃત્વ હેઠળ SOG. ની ટીમ દ્વારા વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના સીદસર ગામે ઉશ્કેરણીજનક લખાણો અને સામગ્રી સાથે મુખ્ય આરોપી મોહમ્મદ શરીફ અબ્બાસભાઇ મરેડીયા (ઉં.વ. 26, ધંધોઃ મૌલવી/શિક્ષક, રહે. સિદસર, મૂળ રહે. બાદરગઢ, તા. પાલનપુર, જી. બનાસકાંઠા) વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
SOG દ્વારા મુખ્ય આરોપી મોહમ્મદ શરીફ મરેડીયાની ધરપકડ કરી તેને ના કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, સમાન ઇરાદો પાર પાડવામાં મૌલવી સાથે અન્ય બે આરોપીઓ પણ સામેલ હતા.તપાસના આધારે S.O.G. એ કાર્યવાહી કરીને મૌલાના સાથે સામેલ યુસુફભાઇ આરીફભાઇ મારફાણી (ઉં.વ. 26, રહે. ખોડીયાર સોસાયટીની બાજુમાં, નવી માણેકવાડી, ભાવનગર તથા અનસ મોહમ્મદ સીદીક લાખાણી ઉં. વ. 28 ની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સો ક્ષશ પોલીસે ઝીણવટભરી કરી પૂછપરછ હાથ ધરી છે. આ બંને શખ્સો દોઢ વર્ષ પહેલા મૌલાના ને ભાવનગર લાવ્યા હતા.

