Junagadh,તા.23
જુનાગઢ તા 23/7/26 જૂનહગઢ સાબલપુર સર્કલ પાસે રેલ્વે ઓવરબ્રિજના કામના કારણે આ રોડ વાહન માટે પ્રતિબંધિત કરતું જાહેરનામું જુનાગઢ કમિશનર એ બહાર પાડ્યું છે.
જૂનાગઢના સાબલપુર સર્કલ તરફથી ધોરાજી રોડ પર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે બ્રિજના ફાઉન્ડેશન માટે ખોદાણ કામ કરવાનું હોવાથી આ વિસ્તારમાંથી વાહનોને આવવા જવા પરનો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે
કમિશનર જોષી એ પ્રસિદ્ધ કરેલા જાહેર નામુ તારીખ 31 -3- 27 સુધી સુધી પ્રતિબંધ મુકાયો છે. ધોરાજી રોડ પરથી આવતા જતા વાહન ચાલકો માટે નવા અને જુના બાયપાસ રોડને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોએ ફરીને જવું આવવું પડશે.

