સોનાના વાયદાના ભાવમાં રૂ.1,019 અને ચાંદીમાં રૂ.2,318નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.306 ઊછળ્યો
કોટન વોશ ઓઈલ, કોટન-ખાંડીના વાયદાઓમાં તેજીનો માહોલઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.1,37,531 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 758660 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.29 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 94,05,353 સોદાઓમાં કુલ રૂ.8,96,221.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,37,531.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 758660.89 કરોડનો હતો.
દરમિયાન, એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટ્સનો 11 નવેમ્બરને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જેના લીધે ટ્રેડરો હવે ટૂંકાગાળાની એક્સપાયરીવાળા કોન્ટ્રેક્ટ્સનો લાભ ઉઠાવી શકશે અને ટ્રેડરો માટે હેજિંગ માટેની તકો વધશે.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,56,519 સોદાઓમાં રૂ.91,706.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.78,849ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,950 અને નીચામાં રૂ.76,300 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,019 ઘટી રૂ.77,411ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.780 ઘટી રૂ.62,756 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.7,762ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,053 ઘટી રૂ.77,386ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.94,924ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.95,699 અને નીચામાં રૂ.90,020 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,318 ઘટી રૂ.92,313 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,425 ઘટી રૂ.92,104 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,418 ઘટી રૂ.92,104 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,35,736 સોદાઓમાં રૂ.18,812.48 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.841.70ના ભાવે ખૂલી, રૂ.9.25 વધી રૂ.849.90 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.65 વધી રૂ.246.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.285ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.7.45 વધી રૂ.246.95 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.182.25 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.2.20 વધી રૂ.284.75 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,92,994 સોદાઓમાં રૂ.26,992.09 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,890ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,138 અને નીચામાં રૂ.5,890 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.306 વધી રૂ.6,129 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.299 વધી રૂ.6,124 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.226ના ભાવે ખૂલી, રૂ.2.90 ઘટી રૂ.226.60 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 3 ઘટી 226.7 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.21.20 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,160 અને નીચામાં રૂ.53,890 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.400 વધી રૂ.56,050ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18.10 ઘટી રૂ.915.70 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.40,455.76 કરોડનાં 52,068.510 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.51,250.36 કરોડનાં 5,512.797 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,993.95 કરોડનાં 1,49,37,330 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.17,998.14 કરોડનાં 77,87,87,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,182.80 કરોડનાં 89,934 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.406.81 કરોડનાં 22,347 ટન તાંબાના વાયદાઓમાં રૂ.11,517.71 કરોડનાં 1,36,198 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,705.16 કરોડનાં 1,65,794 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.73 કરોડનાં 4,080 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.14.60 કરોડનાં 156.96 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,474.963 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,260.423 ટન, તાંબાના વાયદાઓમાં 28,212.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 31,534 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,668 ટન તથા જસત અને જસત-મિનીમાં 19,821 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 16,19,330 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,88,45,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 10,464 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 281.88 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.29.06 કરોડનાં 302 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 113 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 19,550 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,613 અને નીચામાં 18,919 બોલાઈ, 694 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 299 પોઈન્ટ ઘટી 19,197 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 758660.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 79283.24 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 44538.14 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 550093.97 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 76764.68 કરોડનાં કામકાજ થયાં હતાં.