કોમોડિટી વાયદાઓમાં રૂ.28677 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.115782 કરોડનું ટર્નઓવર
સોનાના વાયદામાં રૂ.1626 અને ચાંદીના વાયદામાં રૂ.488નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.1 ઢીલોઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 24353 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22805 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.144469.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28677.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.115782.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22805 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1491.35 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24353.64 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97650ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98425 અને નીચામાં રૂ.97284ના સ્તરને સ્પર્શી, રૂ.96704ના આગલા બંધ સામે રૂ.1626 વધી રૂ.98330 થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.898 વધી રૂ.78549ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.9839ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1453 વધી રૂ.97720 થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97325ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97930 અને નીચામાં રૂ.97021ના સ્તરને સ્પર્શી, રૂ.96529ના આગલા બંધ સામે રૂ.1341 વધી રૂ.97870ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.105850ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.106490 અને નીચામાં રૂ.104005ના સ્તરને સ્પર્શી, રૂ.105392ના આગલા બંધ સામે રૂ.488 વધી રૂ.105880ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.448 વધી રૂ.105633ના ભાવે બોલાયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.446 વધી રૂ.105620ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1357.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.2.7 વધી રૂ.874.1 થયો હતો. જસત જૂન વાયદો 50 પૈસા ઘટી રૂ.252.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો 25 પૈસા ઘટી રૂ.242.1ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 15 પૈસા વધી રૂ.179.25 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2316.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5788ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5814 અને નીચામાં રૂ.5724ના મથાળે અથડાઈ, રૂ.5731ના આગલા બંધ સામે રૂ.1 ઘટી રૂ.5730 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.1 વધી રૂ.5730ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.10.3 વધી રૂ.310.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.10.3 વધી રૂ.310.1ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.914.6ના ભાવે ખૂલી, રૂ.13.9 વધી રૂ.925.2ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ કોઈ ફેરફાર વગર રૂ.53150ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 16941.42 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 7412.22 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 859.60 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 125.52 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 17.10 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 355.43 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 977.24 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1339.57 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.08 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.06 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15459 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44782 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10420 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 137270 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15585 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22631 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 48290 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 184818 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18209 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17749 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22760 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22805 પોઇન્ટના સ્તર અને નીચામાં 22531 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 306 પોઇન્ટ વધી 22805 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.12 વધી રૂ.73.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.65 વધી રૂ.13.25ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.827.5 વધી રૂ.1750ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.103 વધી રૂ.1965ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 57 પૈસા વધી રૂ.7.73ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 46 પૈસા ઘટી રૂ.4.57 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.6.1 વધી રૂ.84.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.15 ઘટી રૂ.8.65 થયો હતો.
સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.456 ઘટી રૂ.655 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.246 ઘટી રૂ.1633.5 થયો હતો. તાંબું જૂન રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 85 પૈસા ઘટી રૂ.4.9ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 45 પૈસા વધી રૂ.2.53ના ભાવે બોલાયો હતો.