ફેબ્રુઆરી મહિના દરમિયાન એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો રૂ.186 લપસ્યોઃ સોના-ચાંદીના વાયદાઓમાં સામસામા રાહ
મહિનાના અંતે સોનાના (1 કિ.ગ્રા.) ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયુઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.470ની નરમાઈઃ બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.5,72,128 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.4781472 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.90 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ફેબ્રુઆરી (3થી 28 ફેબ્રુઆરી) મહિના દરમિયાન 4,36,60,075 સોદાઓમાં કુલ રૂ.53,53,692.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,72,128.95 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.47,81,472.97 કરોડનો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાના અંતે 28 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ એમસીએક્સ પર સોનાના (1 કિ.ગ્રા.) ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,01,331 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર (નોશનલ) અને 238 મે.ટનનું ઉચ્ચતમ વોલ્યુમ નોંધાયું હતું.
સમીક્ષા હેઠળના ફેબ્રુઆરી મહિના દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 37,12,836 સોદાઓમાં રૂ.3,83,421.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.81,900ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,592 અને નીચામાં રૂ.81,862 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.1,915ના ઉછાળા સાથે રૂ.84,219ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,427 ઊછળી રૂ.68,700 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.446ની તેજી સાથે રૂ.8,611ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,033ના ઉછાળા સાથે રૂ.84,269ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો મહિનાના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.94,401ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,00,064 અને નીચામાં રૂ.93,852 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.760 ઘટી રૂ.94,328 ના સ્તરે ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.698 ઘટી રૂ.94,412 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.610 ઘટી રૂ.94,440 ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 3,47,147 સોદાઓમાં રૂ.48,638.86 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.829.80ના ભાવે ખૂલી, રૂ.29.90 વધી રૂ.861.60 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.7.30 વધી રૂ.257.25 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.180ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.267ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.7.10 વધી રૂ.257.45 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.180.85 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.50 વધી રૂ.266.80 ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,58,614 સોદાઓમાં રૂ.1,40,015.3 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો મહિનાના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,369ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,460 અને નીચામાં રૂ.5,976 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.186 ઘટી રૂ.6,118 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.178 ઘટી રૂ.6,120 ના સ્તરે બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.280ના ભાવે ખૂલી, રૂ.69.70 વધી રૂ.338.80 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 69.5 વધી 338.6 ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.53.11 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો મહિનાના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.53,770ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,700 અને નીચામાં રૂ.51,400 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.470 ઘટી રૂ.53,130ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.30 વધી રૂ.923.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.216,263.07 કરોડનાં 253,893.540 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.167,158.61 કરોડનાં 17,411.124 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.26,299.82 કરોડનાં 42,147,440 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.113,715.48 કરોડનાં 3,492,076,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.6,519.99 કરોડનાં 252,432 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.1,312.58 કરોડનાં 72,836 ટન તાંબાના વાયદાઓમાં રૂ.29,864.45 કરોડનાં 346,745 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.10,941.84 કરોડનાં 406,951 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.01 કરોડનાં 5,952 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.45.10 કરોડનાં 487.8 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર મહિનાના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,664.203 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 906.098 ટન, તાંબાના વાયદાઓમાં 17,860.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 17,352 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,422 ટન તથા જસત અને જસત-મિનીમાં 16,116 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 478,490 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 25,332,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,192 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 112.32 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.90.35 કરોડનાં 888 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 59 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 19,670 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 20,742 અને નીચામાં 19,670 બોલાઈ, 1072 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 117 પોઈન્ટ વધી 20,076 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.47,81,472.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,58,789.87 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,61,694.97 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.24,80,922.35 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,29,043.52 કરોડનાં કામકાજ થયાં હતાં.