સોનાના વાયદામાં રૂ.2564 અને ચાંદીના વાયદામાં રૂ.3018નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.82 લપસ્યો
નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઇઃ ઇલેક્ટ્રિસિટી, એલચીના વાયદામાં તેજીનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.232071 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1522629 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.182965 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25469 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 5થી 11 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1754719.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.232071.54 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1522629.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25469 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.22190.99 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.182965 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.106676ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.109840 અને નીચામાં રૂ.106600ના મથાળે અથડાઈ, રૂ.106417ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2564ના ઉછાળા સાથે રૂ.108981ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1951 ઊછળી રૂ.87393ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.261ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.10949ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.2560ના ઉછાળા સાથે રૂ.108870 થયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.106431ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.109850 અને નીચામાં રૂ.106431ના મથાળે અથડાઈ, રૂ.106424ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2673ની વૃદ્ધિ સાથે રૂ.109097 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.123500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.127241 અને નીચામાં રૂ.123500ના સ્તરને સ્પર્શી, રૂ.123920ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3018ના ઉછાળા સાથે રૂ.126938ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.2953 ઊછળી રૂ.126744ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.2947 ઊછળી સપ્તાહના અંતે રૂ.126734 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.9220.05 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.13.25 વધી રૂ.913ના સ્તરે પહોંચ્યો હતો. જસત સપ્ટેમ્બર વાયદો રૂ.5.8 વધી સપ્તાહના અંતે રૂ.279.1ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.6.7 વધી સપ્તાહના અંતે રૂ.260.05ના ભાવે બોલાયો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 65 પૈસા વધી રૂ.182.05ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.39840.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3782ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3988 અને નીચામાં રૂ.3645ના સ્તરને સ્પર્શી, રૂ.217ના ઉછાળા સાથે રૂ.3911ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5591ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5647 અને નીચામાં રૂ.5423ના સ્તરને સ્પર્શી, રૂ.5611ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.82ના ભાવઘટાડા સાથે રૂ.5529ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.81 ઘટી રૂ.5531 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.11.7 ઘટી રૂ.260.7 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.11.6 ઘટી રૂ.260.8ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.997.9ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.18.9 ઘટી રૂ.974.3 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2550ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.29 વધી રૂ.2590 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.114576.41 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.68388.59 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.6008.96 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.939.92 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.212.21 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2043.26 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.411.17 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.8786.43 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.30642.78 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.41.93 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.4.19 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 16588 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 37891 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8219 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 84503 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 11606 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18583 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 34748 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 110528 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1306 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 9288 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31067 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 24983 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 25485 પોઇન્ટના સ્તર અને નીચામાં 24920 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 556 પોઇન્ટ વધી 25469 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.