Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    • Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana: અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઇને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ ’કાકા’ને ભગવાનનો દરજ્જો આપ્યો!
    ગુજરાત

    Mehsana: અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઇને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ ’કાકા’ને ભગવાનનો દરજ્જો આપ્યો!

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana,તા.૧૪

    ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. આ આગાહી સાંભળતા જ મહેસાણા પંથકના ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે. વર્ષોથી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીઓ ઘણી અંશે સચોટ સાબિત થતી હોવાથી ખેડૂતો તેમના પર અતૂટ વિશ્વાસ રાખે છે.

    ખેતીવાડી સંપૂર્ણપણે કુદરતના વરસાદ પર નિર્ભર હોય છે, ત્યારે સમયસર અને સચોટ હવામાનની માહિતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. મહેસાણાના સ્થાનિક ખેડૂતો અંબાલાલ પટેલની આગાહીને ખૂબ જ મહત્વ આપે છે. પટેલ રમણભાઈ આ અંગે જણાવે છે કે, “અંબાલાલ પટેલની આગાહી અન્ય કરતા વધુ સચોટ અને ભરોસાપાત્ર હોય છે. તેઓ જે મુજબ આગાહી કરે છે, તે રીતે વરસાદ પડતો હોવાથી ખેડૂતોને ખેતીના આયોજનમાં ખૂબ જ મદદ મળે છે. તેમના આગમન અને આગાહીથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છે.”

    અંબાલાલ પટેલની આગાહીઓ કેટલી સચોટ છે, તે અંગે પટેલ નારાયણભાઈએ પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે, “અંબાલાલ કાકાની હવામાનની આગાહીઓ સંપૂર્ણપણે સાચી અને સચોટ હોય છે. ખેડૂતો માટે તો તેઓ એક રીતે ભગવાન સમાન છે, કારણ કે તેમની આગાહીના આધારે જ અમે પાકનું વાવેતર અને અન્ય ખેતીકાર્યોનું આયોજન કરીએ છીએ.”

    તેમણે વધુમાં જણાવ્યું કે, કેટલાક લોકો અંબાલાલ કાકાની આગાહીનો વિરોધ કરતા હોય છે, પરંતુ ખેડૂતો માટે તે મહત્વનું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “તેમણે આગાહી કરવાની આ પદ્ધતિ ચાલુ રાખવી જોઈએ, કારણ કે તેનાથી ખેડૂતોને સીધો જ આર્થિક ફાયદો થાય છે.”

    પટેલ અમૃતભાઈ પણ આ બાબતે સહમત છે. તેમના મતે, અંબાલાલ પટેલની નવી આગાહીથી મહેસાણા જિલ્લાના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગાહી મુજબ જો વરસાદ સારો પડે, તો આગામી સમયમાં ખેતી પાક માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ થશે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે.

    અંબાલાલ પટેલની આ આગાહીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતના ખેડૂતો આજે પણ પરંપરાગત અને અનુભવ આધારિત હવામાનની આગાહીઓ પર ઊંડો વિશ્વાસ ધરાવે છે. મહેસાણાના ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે કુદરત પણ આ આગાહી મુજબ મહેરબાની કરશે અને પાક સારો ઉતારશે.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    July 14, 2026
    રાજકોટ

    Pm Modi ૧૭ જુલાઈએ Rajkotના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

    July 14, 2026
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    રાજકોટ

    Rajkot: ૧૦ વર્ષની બાળકીના મોતે ખોલી પોલ, જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.