Junagadh તા.18
કેશોદના કરણી ગામની સીમમાં થ્રેસર ફેરવવાનું કહેતા 4 શખ્સોનો પાઈપ-લાકડી વડે હુમલો કરી 2 મહિલા સહિત 4 વ્યક્તિને ઈજા પહોંચાડી સારવાર માટે ખસેડાયા
હતા. બનાવ અંગેની વિગત મુજબ કેશોદના કરણી ગામના ભાવેશ કરમણભાઈ ખાંભલાના કુટુંબી કાકા લાખાભાઈ ડાયાભાઈ ખાંભલાની વાડીએ શનિવારે થ્રેસરમાંથી મગફળી કાઢવાનું કામ ચાલતું હતું. થ્રેસર કરણીના રાજુ ડાયા મકકાનું હતું.
પવનની દિશા ફરતા લાખાભાઈએ રાજુને થ્રેસર ફેરવવાનું કહેતા ઉશ્કેરાઈ જતે ને કહેલ કે થ્રેસર ફરશે નહી તમે રબારાઓ આવુ જ કરતા હોય તેમ કહી થ્રેસર લઈને જતો રહેલ બાદમાં રાજુ અમરા, તેનો ભાઈ ભાવેશ અમરા, બાલુ અમરા, પ્રફુલ અમરા મકકાએ લોખંડના પાઈપ-લાકડીઓ વડે ભાવેશ કરણાભાઈ, તેના ભાભી ઉષાબેન, કંકુમતી લાઠી, લખમીબેન, રઈબેન બબાભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તોને 108માં કેશોદ અને વધુ સારવાર માટે જુનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. પોલીસે તપાસ હાથ ધરી છે.

