China,તા.17
માઇક્રોસોફ્ટ હવે ચીનમાં તેના સરફેસ લેપટોપનું પ્રોડક્શન બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તેઓ હવે ચીનની બહાર અન્ય જગ્યાની શોધ કરી રહ્યા છે. The Nikkei Asiaના રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટ 2026ની શરૂઆતમાં શક્ય હોય એટલું જલદી પ્રોડક્શનને શિફ્ટ કરવા માગે છે. ચીનમાં માઇક્રોસોફ્ટ, કોમ્પોનેન્ટ પાર્ટ્સ, પ્રોડક્ટ એસેમ્બલી અને ભવિષ્યના સરફેસ હાર્ડવેરનું પ્રોડક્શન ત્યાં ચાલી રહ્યું હતું. આ સાથે જ સર્વરની પ્રોડક્ટ પણ ત્યાં બની રહી હતી. આ તમામને હવે શિફ્ટ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટ દ્વારા સર્વરને લગતું પ્રોડક્શન ચીનમાં બંધ કરી દેવામાં આવ્યું છે. તેઓ હવે ધીમે-ધીમે તમામ પ્રોડક્શનને શિફ્ટ કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટ હવે ચીનની બહાર Xboxનું પ્રોડક્શન વધારવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ ત્યારથી કંપનીઓ પ્રોડક્શનને શિફ્ટ કરી રહ્યા છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે જ સોફ્ટવેર પર પણ કન્ટ્રોલ કરવામાં આવશે એવી ચર્ચા છે.