Morbi,તા.07
હરીપર ભૂતકોટડા ગામે કુવાની સફાઈ કરી રહેલ ૪૨ વર્ષીય આધેડ કુવાના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના હરીપર (ભૂ) ગામે રહેતા હરેશભાઈ કેશુભાઈ ચૌધરી (ઉ.વ.૪૨) નામના આધેડ ગત તા. ૦૫ ના રોજ ગામની સીમમાં આવેલ વાડીએ કુવામાં મોટરના ફૂટવાલ પાઈપમાં કચરો ભરાઈ જતા સાફ કરવા જતા કુવાના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે