Jamnagar તા ૧૧,
જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા આદેશરામ પ્રકાશપાલ નામના ૪૦ વર્ષના પરપ્રાંતિય યુવાનને ગઈકાલે એકાએક તબિયત લથડી ગઈ હતી, અને લોહીની ઉલટીઓ થવા લાગી હતી.
જેથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ એકત્ર થઈને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ ને બોલાવીને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે ઉપરોક્ત વિસ્તારમાં ચાની દુકાન ચલાવતા ભાવિક મયુરભાઈ કનકખરા એ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.જી. ડાભી જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકના વાલી વારસદારોની શોધખોળ હાથ ધરી છે.