Surendaranagar,તા.6
સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગે ધ્રાંગધ્રા તાલુકાના સત્તાપર ગામે દરોડો પાડ્યો છે. ડેમ વિસ્તારમાં ગેરકાયદે પથ્થર ખનન થતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન બે પથ્થર ભરેલા ટ્રક અને એક ક્રેન સહિત આશરે 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ ખનિજ વિભાગ દ્વારા ટ્રક ઝડપી પાડ્યા બાદ, ટ્રક ચાલકોએ સ્થળ પર જ દંડ ભરીને બંને ટ્રકો છોડાવી લીધા હતા.
જોકે, પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આ પ્રકારે સ્થળ પર દંડ ભરીને ખનિજ ચોરી કરતા ઇસમોને છૂટો દોર મળતો હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેઓનું કહેવું છે કે આનાથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.

