Savarkundla,
સાવરકુંડલા મહુવા રોડ પર નિર્માણ પામી રહેલા રેલવે ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ તેમજ સ્પોર્ટસ સંકુલ બાજુમાં બની રહેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ક્રિકેટ ગ્રાઉન્ડના ડેવલપમેન્ટ સંદર્ભે સ્થળ મુલાકાત લેતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા.
સાવરકુંડલા મહુવા રોડ પર નિર્માણ પામી રહેલા રેલવે ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કરી આ સાથે જ વૈકલ્પિક માર્ગ એવા સર્વિસ રોડને RCC બનાવવાના કામમાં ગતિ લાવવા, ગુણવતા યુક્ત બનાવવા અને ક્યોરિંગ પિરિયડ પૂરો થયે માર્ગ જનતા માટે ખુલ્લો મુકવા સૂચન કર્યું. આ દરમિયાન શહેર ભાજપાના આગેવાનો, યુવા ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો સાવરકુંડલા મહુવા રોડ પર સ્પોર્ટ્સ સંકુલની બાજુમાં બની રહેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ક્રિકેટ ગ્રાઉન્ડના ડેવલપમેન્ટ અને ગ્રીન કવચ માટે સ્થળ મુલાકાત પણ લીધી. આ તકે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ.
આ તકે એ.એસ.પી. વલય વૈદ, ફોરેસ્ટ ઓફિસર ભરતભાઈ ચાંદુ સહિત પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા નગરપાલિકા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.