New Delhi,તા.30
ચીનમાં યોજાઈ રહેલા શાંઘાઈ-કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં 20 જેટલા રાષ્ટ્રવડાઓ મળશે. જેમાં ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી અને પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફ સામસામા આવશે.
ભારત-રશિયા-પાક ઉપરાંત ઈરાન-તુર્કીના રાષ્ટ્રવડાઓ પહોંચી રહ્યા છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુટ્ટેર પણ આ બેઠકમાં હાજરી આપશે.
ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ તમામ 20 દેશોના રાષ્ટ્રવડાઓ માટે ભોજન સમારોહ યોજશે અને એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડશે. ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનને બરાબરનું બોધપાઠ ભણાવ્યા બાદ મોદી-શાહબાઝ સામસામા હશે. ભારત-પાકના રાષ્ટ્રવડાઓ વચ્ચે કેવી ઉષ્મા હશે તેના પર સૌની નજર છે