New Delhi તા.29
સંઘ પ્રમૂખ ભાગવતે વસ્તી સંખ્યાનાં અસંતુલમના સવાલ પર કહ્યુ હતું કે દરેક ભારતીય પરિવારમાં ત્રણ બાળકો હોવા જોઈએ એથી વધુ નહિં. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં બધા સમુદાયોમાં વસ્તીનો દર ઘટી રહ્યો છે.
વધેલો માનવશ્રમ પણ દેશની તાકાત છે. તેમણે કહ્યું હતું કે `હમ દો હમારે તીન’ની નીતિ હોવી જોઈએ દુનિયાના બધા શાસ્ત્રો કહે છે કે જન્મ દર 3 થી ઓછો જેનો હોય છે તે ધીરેધીરે લુપ્ત થઈ જાય છે .
ડોકટરો મને કહે છે કે વિવાહ મોડા ન કરવા અને 3 સંતાન કરવાથી માતા પિતાનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.દરેક નાગરીકે વિચારવુ જોઈએ કે તેના ત્રણ બાળકો હોવા જોઈએ. પરંતુ 3 બાળકોનો ખર્ચ પણ ઉઠાવવો પડશે આથી ત્રણથી આગળ ન વધો.