Mumbai,તા.23
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘હૈવાન’માં સાઉથના પીઢ અભિનેતા મોહનલાલનો પણ કેમિયો હશે. ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને મોહનલાલની એન્ટ્રીને સમર્થન આપ્યું છે.
આ ફિલ્મ મોહનલાલની જ ૨૦૧૬માં રજૂ થયેલી મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની રીમેક છે. આથી, કોઈ સમજૂતીના ભાગ રુપે તેમના માટે રોલ નક્કી કરાયો હોવાની ચર્ચા છે. જોકે, પ્રિયદર્શને દાવો કર્યો હતો કે પોતે કોઈ સ્ટારને ધ્યાને રાખીને નહિ પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે કાસ્ટિંગ કરે છે. આ ફિલ્મનું શૂટિંગ અગાઉ જ શરુ થઈ ચૂક્યું છે. તે મોટાભાગે આવતાં વર્ષે રીલિઝ થાય તેવી સંભાવના છે.