આગામી ચોમાસુ ૨૭ મે ના રોજ આવવાની ધારણા છે, સામાન્ય રીતે, ચોમાસુ ૧ જૂને કેરળ કિનારે પહોંચે છે
New Delhi, તા.૧૦
હવામાનને લઈને એક મોટી અપડેટ આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસુ કેરળ કિનારે સમય કરતાં પાંચ દિવસ વહેલું પહોંચી શકે છે. ચોમાસુ ૨૭ મે ના રોજ આવવાની ધારણા છે. સામાન્ય રીતે, ચોમાસુ ૧ જૂને કેરળ કિનારે પહોંચે છે. IMDના ડેટા અનુસાર, જો અપેક્ષા મુજબ ચોમાસુ કેરળમાં પહોંચે છે, તો તે ૨૦૦૯ પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું સૌથી પહેલું આગમન હશે. ત્યારબાદ ૨૩ મેના રોજ ચોમાસુ આવ્યું હતું.
સામાન્ય રીતે, દક્ષિણપશ્ચિમ ચોમાસુ ૧ જૂન સુધીમાં કેરળમાં આવે છે અને ૮ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે ૧૭ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરે છે. ૈંસ્ડ્ઢ એ એપ્રિલમાં ૨૦૨૫ ચોમાસા માટે સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરી હતી અને અલ નીનો સ્થિતિઓની શક્યતાને નકારી કાઢી હતી, જે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે, ભારતમાં ચાર મહિનાના ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ વખતે ચોમાસા પહેલાની ઘણી પ્રવૃત્તિ પણ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં ભારે પવન અને વરસાદી ગતિવિધિઓ ચાલુ છે. શનિવારે પણ રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ હવામાન ઠંડુ થઈ ગયું હતું. છેલ્લા પાંચ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પશ્ચિમી વિક્ષેપ અને અન્ય કારણોસર ઉત્તર ભારતમાં વરસાદને કારણે, ગરમીનું મોજું અત્યાર સુધી ખૂબ તીવ્ર રહ્યું નથી. તે જ સમયે, ગરમી વધવાની શક્યતા વચ્ચે, ચોમાસાના વહેલા આગમનના સમાચાર પણ રાહત આપનારા છે.
હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી છે કે ૨૦૨૫માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં, હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં ૧૩ મેના રોજ જ આગળ વધી શકે છે. સામાન્ય રીતે આ ૨૦ મેની આસપાસ થાય છે, પરંતુ આ વખતે તે એક અઠવાડિયા વહેલું થઈ રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસાને નિકોબાર ટાપુઓથી કેરળ પહોંચતા ૧૦ દિવસ લાગે છે. સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમા હીટવેવની આગાહી કરવામાં આવી છે તો કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.