Rajkot, તા. 10
રાજકોટ ખાતે આયોજીત રામકથા દરમ્યાન તા. ર7 નવે.ના રોજ સોમેશ્વર મહાદેવ સાંનિધ્યમાં આર્ષ વિદ્યા મંદિર ખાતે કણસાગરા મહિલા કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ અને એનએસએસ પ્રોગામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીના પાંચ પુસ્તકોનું વિમોચન પૂ. મોરારીબાપુ અને પૂ.સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીના વરદ હસ્તે રાજકોટના ઉદ્યોગપતિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ વિવિધ સંસ્થાના ટ્રસ્ટીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ અને સાધુ-સંતોની પ્રેરક હાજરીમાં કરવામાં આવ્યું.
આ પાંચ પુસ્તકોમાં બે ધાર્મિક પુસ્તકો ‘શિવ અમૃતવાણી’ અને ‘મહામહિમ મહાદેવ’ બે એનએસએસના પુસ્તકો રાષ્ટ્રીય સેવા યોજના પરિચય પ્રવૃતિ મહત્વ અને રાષ્ટ્રનું ધબકતું હૃદય એનએસએસ અને એક નવલકથા થાકી ગયેલ સાગરનો સમાવેશ થાય છે. પુસ્તક પ્રકાશનનો હેતુ આર્થિક ઉપાર્જનનો નહીં પરંતુ લોકોમાં ધાર્મિક અને રાષ્ટ્રીય ચેતના અને સંસ્કાર જાગૃત કરવાની સાથે નવલકથા દ્વારા આજની સ્વછંદ અને આધુનિક નારીને સાવધાન કરવાનો છે.