Morbi, તા.11
રવાપર રોડ પર વિજયનગર ૧ સોસાયટીમાં મકાનની વચ્ચે આડું પાટેશન કરતા હોય જે કરવાની ના પડતા આઠ ઇસમોએ વૃદ્ધને માર મારી પુત્રવધુને લાકડાના ધોકા મારી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના આલાપ રોડ સત્તાધાર સોસાયટીમાં રહેતા હંસરાજભાઈ ડાયાભાઇ કાવર (ઉ.વ.૬૭) નામના વૃદ્ધે આરોપીઓ રણછોડભાઈ મનજીભાઈ, ચુનીલાલભાઈ, ભુદરભાઈ, સુનીતાબેન રણછોડભાઈ, રમેશભાઈ મગનભાઈ, રમેશભાઈના પત્ની, પ્રવણભાઈ ચુનીલાલભાઈ અને કાંતાબેન ચુનીલાલભાઈ એમ આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી હંસરાજભાઈ અને તેના પુત્રવધુ કિંજલબેન બંને વિજયનગર ૧ ગાયત્રીનગર બાજુમાં રવાપર રોડ પર આવેલ પોતાના મકાને ગયા હતા જ્યાં આરોપીઓ મકાન વચ્ચે આડું પાટેશન મારતા હોવાથી ફરિયાદીએ પાટેશન મારવાની ના પાડી હતી જે સારું નહિ લાગતા ચાર આરોપીઓ ગાળો બોલી જતા રહ્યા હતા બાદમાં અન્ય આરોપીઓએ આવીને લાકડાના ધોકા વડે હંસરાજભાઈને પેટા ને માથામાં મારી અને પુત્રવધુને હાથ અને પગમાં લાકડાના ધોકા મારી ઈજા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે