Morbi,તા.22
શહેરના સાવસર પ્લોટમાં આવેલ હોસ્પીટલમાં સગર્ભા મહિલાને દાખલ કરવામાં આવી હતી જેનું ડીલીવરી વખતે મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ધર્મવિજય રેસીડેન્સીમાં રહેતા સોનલબેન કિશનભાઈ કવાડિયા (ઉ.વ.૨૮) નામની મહિલાને સાવસર પ્લોટમાં આવેલ જનની હોસ્પીટલમાં ડીલીવરી સબબ દાખલ કર્યા હતા અને ડીલીવરી વખતે કોઈ કારણોસર મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે