Morbi,તા.20
સ્ટંટ કરનાર ઈસમો કોઈના બાપથી ડરતા નથી તેવો ઘાટ સર્જાયો
આજના સોશ્યલ મીડિયા યુગમાં છવાઈ જવાની અને વાયરલ થઇ જવાની ઘેલછા યુવાનોમાં જોવા મળતી હોય છે જે ઘેલછાને પગલે યુવાનો જોખમી બાઈક સ્ટંટ કરી જીવને જોખમમાં મુક્તા પણ ખચકાતા નથી જોકે આવા યુવાનો અન્યના જીવને જોખમમાં મૂકી દે છે આવો જ એક જોખમી બાઈક સ્ટંટનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે
મોરબીમાં આવારા તત્વો બેફામ બની ગયા છે ખાખીનો કોઈ ડર અસામાજિક તત્વોમાં રહ્યો નથી તેનો વધુ એક જીવંત પુરાવો મળ્યો છે મોરબીના ધોળેશ્વર સ્મશાન નજીક એક ઇસમ બેફામ બાઈક સ્ટંટ કરી રહ્યો છે આ ઇસમ પોતાની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બાઈક સ્ટંટ કરનાર ઇસમોને કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી શહેરમાં સુરક્ષાના નામે ઠેર ઠેર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે છતાં આવા ઈસમો પોલીસની નજરથી કેમ બચી જાય છે તે જ સામાન્ય લોકોને સમજાતું નથી વળી દર વખતે વિડીયો વાયરલ થયા બાદ બહાદુર પોલીસ એક્શન લે છે ખરી અને આવા તત્વોને કાયદાનું ભાન પણ કરાવે છે પરંતુ શું આવા ઇસમોને રોકવા માટે પોલીસ પાસે કોઈ એક્શન પ્લાન નથી તે મોટો સવાલ છે