Morbi,તા.01
૩૧ ડીસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી નિમિતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે જીલ્લા પોલીસે કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આખી રાત્રી દરમિયાન કુલ ૧૩ જેટલી ટીમો બનાવી મહિલા સુરક્ષાને ધ્યાને લઈને સી ટીમ તેમજ ટ્રાફિક અલગ ટીમો બનાવી કુલ ૧૫ ટીમોએ કોમ્બિંગ કરી કામગીરી કરી હતી
જીલ્લા પોલીસના ૨ ડીવાયએસપી, ૧૪ પીઆઈ અને ૨૭ પીએસઆઈ ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડીના કુલ ૬૦૦ જવાનોએ કોમ્બિંગ નાઈટ દરમિયાન કામગીરી કરી હતી જેમાં પ્રોહીબીશનના ૩૭ કેસ કરવામાં આવ્યા હતા અને પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૭૨ ઇસમોને ચેક કર્યા હતા તેમજ ૧૧૦ શંકાસ્પદ વ્યક્તિને ચેક કરવામાં આવ્યા હતા ઉપરાંત જીલ્લામાં કુલ ૨૪ ફાર્મહાઉસ, ૩૩ ગેસ્ટ હાઉસ ચેક કરવામાં આવ્યા હતા એમવીએ ૨૦૭ મુજબ ૭ વાહન ડીટેઈન કર્યા હતા પ્રોહીબીશન પીવાના ૧૮ કેસ, એમવી એક્ટ ૧૮૫ મુજબના ૧૩ કેસ, ૬૮૫ શંકાસ્પદ વાહનો, ૪૪ હોટેલ ચેક, એમ.વી. એક્ટ એન.સી. ૫૭ કેસો અને સ્થળ પર દંડ ૧૪,૭૦૦ નો વસુલ કરવામાં આવ્યો હતો