Morbi,તા.15
મોરબીના અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ અને મોબાઈલ સહીત ૭૦૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમેં અમરેલી ગામની સીમમાં નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા રેડ કરી હતી આરોપી કલ્પેશ કનૈયાલાલ ચાવડાએ આરોપી જલાભાઇ રહે રવાપર મોરબી વાળા પાસેથી જુગાર રમવા મતે આઈડી મેળવી આરોપી કલ્પેશ ચાવડાએ મોબાઈલ એપ્લીકેશનમાં આઈડીમાંથી ઇન્ડિયા-ઓસ્ટ્રેલીયા વૂમન વનડે ક્રિકેટ મેચ પર રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રૂ ૨૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૭૦૦૦ નો મુદામાલ જપ્ત કરી છે