Morbi,તા.22
મોરબી જીલ્લામાં આવેલ અનેક કંપનીના પ્રદુષણને કારણે ખેડૂતોના પાકને નુકશાન થતું હોવાની રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે
મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે જીલ્લામાં આવેલ અનેક કંપનીની આજુબાજુમાં ખેતરો આવેલ છે ખેતરોમાં નીકળતા ધુમાડા અને કેમિકલને પગલે ખેતરમાં વાવેલો ઉભો પાક સુકાઈ જાય છે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કંપનીઓના મોટા માથાઓને લાગવગ હોવાથી કે પછી અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક થઇ જતી હોવાથી ખેડૂતોનું કોઈ સાંભળતું નથી આવી જ ફરિયાદો કિસાન સંઘ મોરબી જીલ્લા પાસે આવી હોવાથી રજૂઆત કરવામાં આવી છે
ટંકારા તાલુકાના હડમતીયા, બંગાવડી, ટંકારાની લેખિત અરજી મામલતદાર, કલેકટર અને ખેતીવાડી શાખા તેમજ પ્રદુષણ બોર્ડ સુધી કરવામાં આવી છે પરંતુ ખેડૂતોનું કોઈ સાંભળતું નથી જેથી જીલ્લામાં આવેલ આવી કંપનીઓ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અન્યથા ખેડૂતોને સાથે લઇ લઈને આગળની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે