New Delhi,તા.9
શિક્ષણમાં વ્યાપ વધારવા તથા તમામ બાળકોને શિક્ષિત કરવા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ વચ્ચે પણ સ્તર કથળેલુ છે તેવો ખુલાસો શિક્ષણ મંત્રાલયનાં રાષ્ટ્રીય સર્વેક્ષણમાં થયો છે.ધો.6 માં ભણતા 43 ટકા વિદ્યાર્થીઓ પુસ્તકની મુખ્ય બાબતો ગ્રહણ કરી શકતા નથી અને ધો.9 ના 63 ટકા બાળકોને પાયાના ગણિતમાં પણ તકલીફ છે.
એટલુ જ નહિં ધો.6 ના 54 ટકા વિદ્યાર્થીઓ મોટા આંકડા વાંચી શકતા નથી. પરબ રાષ્ટ્રીય સર્વેક્ષણ હેઠળ દેશનાં 36 રાજયો કેન્દ્ર શાસીત પ્રદેશોનાં 781 જીલ્લાની 74229 શાળાઓમાં ધો.3,6 અને 9 ના 21 લાખથી વધુ વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાં કેટલાંક ચોંકાવનારા તારણ નિકળ્યા હતા.
વિદ્યાર્થીઓને 10 સુધીનાં આંકના ટેબલ આવતા ન હોવા ઉપરાંત ટકાવારી ફ્રેકશન જેવી બાબતોમાં પણ સમજ પડતી ન હોવાનું માલુમ પડતી ન હતી. વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનમાં પણ સમાન હાલત હતી છ ટકા વિદ્યાર્થી પાસીંગ માર્કસ મેળવવામાં પણ સક્ષમ ન હોવાનું ખુલ્યુ હતું.
વિજ્ઞાનમાં ફીઝીકસ-કેમેસ્ટ્રીની બાબતોની સમજ પડતી ન હતી. સમાજ વિજ્ઞાનમાં નકશા, આર્ટ, કલાઈમેન્ટ ચેન્જ ધરતીની માટી જેવી બાબતોમાં જ્ઞાન ન હતુ. ધો.10 ના વિદ્યાર્થીઓનું પર્ફોમન્સ પણ ચિંતાજનક જણાયું હતું. ભાષામાં 43 ટકા વિદ્યાર્થીઓને મુખ્ય બાબતો સમજવામાં તકલીફ હતી.
ગણિત સૌથી વધુ પડકારજનક હતું. 54 ટકા વિદ્યાર્થીઓને પાયાની બાબતોનું પણ જ્ઞાન ન હતું. રોજીંદી જીવન શૈલીમાં ઉપયોગી ગણિતિક બાબતોને ઉકેલ પણ મેળવી શકતા ન હતા.પ્રકૃતિ તથા પર્યાવરણ ક્ષેત્રમાં 51 ટકા વિદ્યાર્થીઓને નદી-પર્વત, પંચાયતોની કામગીરી તથા બદલાતા મોસમ સાથેનાં તહેવારોની સમજ ન હતી.
ધો.3 માં માત્ર 55 ટકા વિદ્યાર્થીઓ 99 સુધીનાં આંક લખવામાં સમર્થ ન હતા 58 ટકા સરવાળો-બાદબાકી કરી શકતા ન હતા. સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું પરફોર્મન્સ સૌથી ખરાબ હતું.