પડધરી તાલુકાના મોવિયા ગામે સવા બે વર્ષ પૂર્વે વીજ ચેકિંગમાં ગયેલી ટીમની ફરજમાં રૂકાવટ કરવાનો ગુનામાં બે મહિલા સહિત નવ શખ્સો સામે આરોપોમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી પડધરીની અદાલત દ્વારા મંજૂર કરવામાં આવી છે. વધુ વિગત મુજબ પીજી પડધરી તાલુકાના મોવૈયા ગામે ગત તારીખ 11 /5 /22 ના રોજ વીજ ચોરીની તપાસ અર્થે ગયેલી ટીમની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી બોલાચાલી કરી અને ફરજ રૂકાવટ કર્યા અંગેની કર્મચારી દ્વારા ધીરુ મેપા તળપદા, રમેશ મેપા તળપદા, ચિરાગ હેમંત તળપદા, ભારતીબેન ધીરુભાઈ તળપદા, જીજ્ઞાબેન ચેતનભાઇ તળપદા, સંજય જીવરાજભાઈ સુદાણી, ગુણવંતભાઈ ચનાભાઈ બુસા અને રમેશભાઈ લીંબાભાઇ તળપદા સામે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. બાદ ચાર્જસીટ અદાલતમાં રજૂ કરવામાં આવતા. અદાલતમાં કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવતા જેમાં આરોપી દ્વારા નિર્દોષ છે અને કહેવાતા બનાવ અંગે કોઈ જગ્યાએ સીધી કે આડકતરી રીતે અમો સંડોવાયેલા નથી અને ખોટી રીતે સંડોવી દેવાનો પ્રયાસ કરવામાં આવેલો હોવાનું કહી ડીસચાર્જ માટેની અરજી આપી હતી. હાલના કેસમાં પોલીસ પેપર છે.તે પોલીસ પેપર જેમ છે તેમ સ્વીકારી લેવામાં આવે તો પણ અમારી સામે ઉપરોક્ત કલમ મુજબનો ચાર્જફ્રેમ કેસ થઈ શકે તેવો લેસ માત્ર પુરાવો મળી આવતો નથી. તેથી અમોને ડિસ્ચાર્જ કરવા વિનંતી કરી છે. તે જ નિવેદનો અને પુરાવાના આધારે કેસ ચલાવો જરૂરી નથી તે માટે આરોપોનું ઘડતર કરવું પણ જરૂરી નથી આમ સમગ્ર હકીકત ધ્યાને લઈ પડધરી ના જ્યું. મેજિસ્ટ્રેટ આર આર બારિયાએ બે મહિલા સહિત સાત શખ્સોને ઉપરોક્ત કલમના ચાર્જમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી મંજૂર કરવામાં આવી છે.આરોપી તરફે પડધરીના એડવોકેટ જેવી ઝાલા (ઝાલાભાઇ), રવિન્દ્રસિંહ એસ જાડેજા (રવિભાઈ) અને કે.એન.શાહ રોકાયા હતા.
Trending
- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા