Ahmedabad ,તા.16
દેશી સૌથી આધુનિક ટ્રેન વંદેભારતના સ્લીપર વર્ઝનની ટ્રાયલ રન મુંબઈ અને અમદાવાદ વચ્ચે સફળતાપુર્વક કરવામાં આવી હતી. અમદાવાદથી સવારે 7.29 કલાકે રવાના થયેલી ટ્રેન બપોરે 1.50 વાગ્યે મુંબઈ પહોંચી હતી. મુંબઈથી ફરી બપોરે 2.45 કલાકે અમદાવાદ માટે રવાના કરવામાં આવી હતી.
રેલવે વિભાગનાં સુત્રોએ કહ્યું કે, 130 કિલોમીટરની ગતિએ ટ્રાયલ રન કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ચાલતા ટ્રાયલ રનમાં 180 કિલોમીટરની સર્વોચ્ચ ઝડપે પણ દોડાવવામાં આવી હતી.
હવે રિસર્ચ ડીઝાઈન એન્ડ સ્ટાર્ન્ડડ ઓર્ગેનાઈઝેશનનું સર્ટીફીકેટ મળ્યા બાદ તે નિયમીત ધોરણે ચલાવવાનો નિર્ણય થશે. રેલવે બોર્ડ દ્વારા રૂટ તથા શિડયુલનો નિર્ણય લેવાશે.
વંદે ભારત સ્લીપરના ટ્રાયલ રન વખતે 2 જાન્યુઆરીએ કોટા-લબાન વચ્ચે 30 કીમીનાં અંતરમાં 180 કીમીની ઝડપે દોડાવવામાં આવી હતી. 1 જાન્યુઆરીએ 40 કીમીના અંતરમાં પણ 180 કીમીની સ્તરે દોડાવાઈ હતી. આ પછી 170 કીમીનું ટ્રાયલ રન લેવાયુ હતું.
ટ્રાયલ રન ખતમ થવા સાથે હવે સેફટી કમિશ્નર દ્વારા મહતમ સ્પીડની સમીક્ષા કરાશે. ત્યારબાદ સતાવાર પ્રમાણપત્ર મળ્યા પછી રેગ્યુલર સેવામાં સામેલ કરવામાં આવશે.
16 કોચની વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ચાર્જીંગ પોર્ટ, નાસ્તા માટે ફોલોબલ ટેબલ, લાઈટીંગ સિસ્ટમ, લેપટોપ ચાર્જીંગ સ્ટેશન સહીતની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફર્સ્ટ એસી કોચમાં 24 સીટ હશે સેક્ધડ એસીમાં 48, થર્ડ એસીમાં 67 સીટ હશે.