New Delhi,તા.31
બ્રિટનના એવિએશન ડેટા પ્રોવાઈડર ઓએજીના અહેવાલ મુજબ વિશ્વનાં 10 સૌથી વ્યસ્ત ઈન્ટરનેશનલ એરલાઈન્સ રૂટમાંથી સાત એશિયા-પેસિફિકમા આવેલાં છે. અહેવાલ મુજબ, ભારતમાં મુંબઈ – દિલ્હી રૂટ વિશ્વનો 8મો સૌથી વ્યસ્ત ડોમેસ્ટિક રૂટ છે. જેમાં એરલાઈન્સ 7.963 મિલિયન મુસાફરોનું સંચાલન કરે છે.
2024માં સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરલાઇન રૂટ 6.8 મિલિયન સીટો સાથે હોંગકોંગથી તાઈપેઈ છે. ત્યારબાદ 5.5 મિલિયન સીટો સાથે કૈરો થી જેદ્દાહ બીજા ક્રમે છે અને 5.4 મિલિયન સીટો સાથે સિઓલ ઈંચિયોન થી ટોક્યો નારીતા સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરલાઇન રૂટમાં ત્રીજા ક્રમે છે.
ટોચનાં 10 સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય રૂટમાંના મોટાભાગનાં રૂટ એશિયાનાં છે, જેમાં કુલ સાત રૂટ છે જાપાનનાં ત્રણ રૂટ, ચીનનાં બે અને ભારત, દક્ષિણ કોરિયા, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયામાંથી એક-એક રૂટનો તેમાં સમાવેશ થાય છે.
અન્ય પ્રદેશોમાંથી, એક રૂટ આફ્રિકા કૈરોથી જેદ્દાહ, એક યુરોપ અને ઉત્તર અમેરિકા ન્યૂ યોર્ક થી લંડન હીથ્રો અને બે મધ્ય પૂર્વથી કૈરોથી જેદ્દાહ અને દુબઈથી રિયાધના રૂટનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર આવતાં વર્ષે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાફિક 4.1 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે.
ટોચનાં 10 સૌથી વ્યસ્ત ફ્લાઇટ્સ રૂટ
1. હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ, હોંગકોંગથી તાઈવાન તાઓયુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ, તાઈપેઈ : 6.8 મિલિયન સીટો સાથે પહેલા ક્રમે છે.
2. કૈરો ઇન્ટરનેશનલ એરપોર્ટ, કૈરોથી કિંગ અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેદ્દાહ : 5.47 મિલિયન સીટો સાથે બીજા ક્રમે છે.
3. ઇંચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ, સિઓલથી નરિતા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ટોક્યો : 5.4 મિલિયન સીટો સાથે ત્રીજા ક્રમ છે.
4. કુઆલા લુમ્પુર ઇન્ટરનેશનલ એરપોર્ટ, કુઆલાલંપુરથી ચાંગી એરપોર્ટ, સિંગાપોર : 5.38 મિલિયન સીટો સાથે ચોથા ક્રમે છે.
5. ઇંચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ, સિઓલથી કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઓસાકા : 4.98 મિલિયન સીટો સાથે પાંચમાં ક્રમે છે.
6. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, દુબઈથી કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, રિયાધ : 4.3 મિલિયન સીટો સાથે છઠ્ઠા ક્રમે છે.
7. સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગકોકથી હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ, હોંગકોંગ : 4.2 મિલિયન સીટો સાથે સાતમાં ક્રમે છે.
8. સોએકાર્નો-હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જકાર્તાથી ચાંગી એરપોર્ટ, સિંગાપોર : 4.07 મિલિયન સીટો સાથે આઠમાં ક્રમે છે.
9. સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગકોકથી ચાંગી એરપોર્ટ, સિંગાપોર : 4.03 મિલિયન સીટો સાથે નવમાં ક્રમે છે.
10. જ્હોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ન્યુયોર્કથી હીથ્રો એરપોર્ટ,
લંડન : 4.01 મિલિયન સીટો સાથે દસમાં ક્રમે છે.