Jamnagar તા.28
જામનગરના ડીકેવી સકેલ થી શરુ સેક્શન રોડ 2023માં નવો બનાવવામાં આવેલ 2023-24 માં વરસાદમાં આ રોડ ઉટીયા જેવો બની ગયો એટલે થિગડા મારી દેવાયા પરંતું થિગડા પણ તકલાદી પુરવાર થયા.
આ વરસે નજીવા વરસાદી ઝાપટામાં આ થિગડા અને રોડએ પણ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી બે વષેથી રોડ જે સ્થળેથી તૂટે છે ત્યાં ફરી એક વખત થુંકના સાંધા જેવા થિગડા મારવામાં આવેલા હોય તેવું સ્પષ્ટ જણાય છે.
ગેરેટી પીરીયડમાં જ આ રોડ તૂટ્યો હતો તો જવાબદાર કોન્ટ્રાકટર પાસે ફરી રિકારપેટ શા માટે ન કરાવાયો? કમિશનરના બંગલા નજીકનો આ રોડ આવો તકલાદી શા માટે? અને રોડ તૂટયા પછી જવાબદારો સામે પગલાં કેમ નથી લેવાતા? આ થિગડાનું કોઇ નિરિક્ષણ કે ગુણવતાની ચકાસણી કરે છે કે કેમ? આવા તો અનેક સવાલો મહાનગરપાલિકા સામે ઉભા છે જોઇએ હવે એક વરસાદી ઝાપટા પછી આ થિગડીયાના કેવા ચિંથરા નિકળે છે