Himachal,તા.24
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભુસ્ખલનથી વ્યાપક જાનખુવારી અને માલ મિલકતને નુકશાની છે.હજુ રાહત મળી નથી ત્યાં ફરી વખત રવિવારથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં પાંવટા સાહીબ, ચિલ્લાઈ નેશનલ હાઈવે પર 55 કલાકનો ટ્રાફીક જામ સર્જાયો હતો. અઢી દિવસ બાદ હાઈવે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
રાજયમાં હજુ એક નેશનલ હાઈવે સહીત 344 માર્ગો બંધ છે. રાજયમાં 169 વિજ ટ્રાન્સફોર્મર તથા 270 પાણી પુરવઠા યોજના પણ ઠપ્પ છે.હવામાન વિભાગે શનિવાર સુધી હળવો મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.ત્યારબાદ 27 થી ત્રણ દિવસ માટે ભારે વરસાદનું યલોએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.