New Delhi, તા.17
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2025 એક જ દિવસે અને એક જ શિફ્ટમાં લેવાનું નક્કી કર્યું છે. આ વખતે NEET UG પેન અને પેપર મોડમાં લેવામાં આવશે.
એક દિવસ અને એક શિફ્ટમાં પરીક્ષા લેવાનો નિર્ણય આ સંદર્ભે રચાયેલી સમિતિની ભલામણો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ લેવાયો છે. NTAએ પણ જાહેરાત કરી છે કે તમામ આ કાયદા હેઠળ સંચાલિત તબીબી સંસ્થાઓમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિના BAMS, BUMS અને BSMS અભ્યાસક્રમો સહિત દરેક વિષય મા અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એક સામાન NEET UG હશે.