New Delhi, તા.25
પાટનગર દિલ્હીમાં ગત તા.10ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતાન્યાહુએ તેમની ભારત મુલાકાત રદ કરી છે. નેતાન્યાહુ અગાઉ પણ ઈઝરાયલમાં ચૂંટણીના કારણે ભારતનો પ્રવાસ વિલંબમાં મુકયો હતો.
પરંતુ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટે ઈઝરાયલની સુરક્ષા એજન્સીઓએ નેતાન્યાહુની સુરક્ષા અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. નેતાન્યાહુ આગામી મહિને પ્રારંભમાં ભારત આવવાના હતા અને તે હવે અનિશ્ર્ચિત સમય મુજબ મુલત્વી રહી છે. આગામી મહિને રશિયાના રાષ્ટ્રપતિ બ્લાઝીમીર પુટીન ભારત આવી રહ્યા છે.

