Savarkundla,તા.26
સાવરકુંડલા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સાવરકુંડલા અને ગાંધીનગર વચ્ચે નવીન એર-કન્ડિશન્ડ (AC) બસ સેવાનો ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આપી લીલી ઝંડી આપી હતી આ સેવા શરૂ થવાથી, મુસાફરો માટે હવે ગાંધીનગર સુધીની મુસાફરી વધુ આરામદાયક અને સરળ બનશે.
આ નવીન બસ સેવાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ અઈ બસ સેવા સાવરકુંડલાના નાગરિકો માટે એક મોટી સુવિધા સાબિત થશે, જેનાથી સમય અને શક્તિ બંનેની બચત થશે અને મુસાફરી વધુ સુખદ બનશે.આ શુભ પ્રસંગે આગેવાનો, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.