Junagadh, તા. 21
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને છેલ્લા 24 કલાક દરમ્યાન 1 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટાનાં ઢાંકમાં 4 ઇંચ, માણાવદર-વંથલીમાં 3, કેશોદ-માળીયામાં 2 ઇંચ, વિસાવદર-મેંદરડામાં 1 ઇંચ, રાજકોટ જિલ્લામાં 1 થી 3 ઇંચ, જેમાં ઉપલેટામાં 3 ઇંચ, ગોંડલમાં 2, જામકંડોરણામાં 1.5 ઇંચ, કોટડાસાંગાણીમાં 1 ઇંચ અને રાજકોટ શહેરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.
તથા કચ્છનાં ભચાઉમાં 2 ઇંચ, અંજારમાં 1 ઇંચ, ભાવનગરનાં શિહોરમાં પોણા બે ઇંચ, દ્વારકાનાં ભાણવડમાં પણ પોણા બે ઇંચ, ગિર સોમનાથનાં સુત્રાપાડામાં 1.5 ઇંચ, દ્વારકાનાં કલ્યાણપુરમાં 1 ઇંચ, જામનગર શહેરમાં 1 ઇંચ, મોરબીનાં ટંકારા માળીયામાં 1 ઇંચ, પાટણ-વેરાવળમાં 1 ઇંચ, અમરેલીનાં કુકાવાવ-વડીયા પણ 1 ઇંચ અને જામનગરનાં ધ્રોલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.
દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલ મુજબ ઉપલેટા છેલ્લા 15 થી 20 દિવસ ના વરસાદી આરામ બાદ બપોરના ત્રણ કલાકથી વરસાદ શરૂ થયેલ હતો જે જોત જોતા માં પાંચ વાગ્યા સુધીમાં લગભગ 3 ઇંચ જેવું પાણી વરસી ગયું છે વરસાદના પગલે સમગ્ર શહેરમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવેલ હતો એકાએક વીજ પુરવઠો બંધ થતાં અને વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તાઓ તેમજ બજારો સુમસામ દેખાઈ રહી હતી.
તો બીજી તરફ વરસાદના પગલે લાંબા સમય બાદ વરસાદ વરસતા યુવા ધન તેમજ બાળકો વરસાદની મોજ માણવા અને નાહવા માટે રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હતા જ્યારે ત્રણ ઇંચ વરસાદના પગલે શહેરના રાજમાર્ગો અને મુખ્ય રસ્તાઓ પર અડધો ફૂટ જેવા પાણી ભરાયા હતા.
ચોમાસુ સિઝન દરમિયાન ભીમ અગિયારસ ખેડૂતોમાં વાવણીનું સુકન અને મુરત ગણાતું હોય છે ભીમ અગિયારસના દિવસે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરી દીધેલી હોય આ અંગે ભીમ અગિયારસને પણ આજે 20 દિવસ જેવો સમય તેમજ જુલાઈનો એન્ડ નીકળી જવા પામ્યો છે.
ત્યારે ઉપલેટા પંથકમાં સરેરાશ વરસાદ ઓછું હોવાનું ખેડૂતોએ અનુમાન લગાવેલ હતું પરંતુ હવે આગામી દિવસો દરમિયાન ચોમાસુ સત્ર ખેડૂતો માટે કેવું રહે છે તે જોવાનું રહ્યું જ્યારે ઉપલેટા તાલુકામાં વાવણી લયક વરસાદ પછીનો સારા વરસાદનો આ પ્રથમ રાઉન્ડ જે ત્રણ ઇંચમાં મપાયેલ છે. ઉપલેટા પંથકમાં વરસાદના સારા વાવડ મળતા ખેડૂતો પણ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
જયારે ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સતત ગઇકાલે બીજા દિવસે બપોરના 1 થી 4 વાગ્યા સુધીમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી થતા માત્ર 3 કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઢાંક પંથકમાં આજે સતત બીજા દિવસે મેઘરાજાનીપધરામણી થતા નદી, નાલા, વોંકળામાં પાણીની સારી એવી અવાક થઇ છે. વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.
તથા જુનાગઢ, માંગરોળમાં ચાર ચાર ઇંચ, માણાવદર વંથલીમાં ત્રણ-ત્રણ ઇંચ કેશોદ-માળીયામાં બબ્બે ઇંચ વિસાવદર-મેંદરડામાં એક એક ઇંચ ભેંસાણમાં પોણો ઇંચ.
સિઝનનો સૌથી વધુ વરસાદ જુનાગઢમાં 4 ઇંચ, વંથલી-કેશોદમાં 21-21 ઇંચ વિસાવદરમાં 21 ઇંચ, માળીયા હાટીના 20 ઇંચ, માણાવદરમાં 20 ઇંચ, માંગરોળ 18 ઇંચ સૌથી ઓછો ભેંસાણમાં 14 ઇંચ થયો છે.
થોડા દિવસના વિરામ બાદ ગત શનિવારના બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરતા શનિ-રવિ બે દિવસમાં સમગ્ર સોરઠ પ્રદેશના તમામ નવ તાલુકાઓમાં પોણા ઇંચથી લઇને ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉછરેલી અને એરવેલી મગફળી કપાસ સહિતના ખરીફ (ચોમાસુ) પાક ઉપર કાચા સોના સમાન સમયસર મેઘરાજાની પધરામણી થતા ખેડુતો ખુશખુશાલ થઇ જવા પામ્યા છે.
શનિ-રવિ બે દિવસમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ-માંગરોળમાં ચાર-ચાર ઇંચ નોંધાયો છે. વંથલી-કેશોદમાં ત્રણ-ત્રણ ઇંચ, માળીયા હાટીનામાં બે ઇંચ, વિસાવદર-મેંદરડામાં એક એક ઇંચ જયારે ભેંસાણમાં 17 મીમી (પોણો ઇંચ) વરસાદ નોંધાયો છે.
ચાલુ વર્ષમાં સૌથી વધુ વરસાદ જુનાગઢમાં 24 ઇંચ, વંથલી-કેશોદમાં ર1-21 ઇંચ, માળીયા હાટીનામાં 20 ઇંચ, માણાવદરમાં 20 ઇંચ, માંગરોળ 18 ઇંચ જયારે સૌથી ઓછો વસરાદ ભેંસાણમાં 14 ઇંચ નોંધાયો છે.
જુનાગઢ સોનરખી નદી-કાળવા વિલંગ્ડન ડેમમાં નવા નીર આવતા રવિવારના શહેરીજનોએ કુદરતી નજારાનો લાભ લીધો હતો. જયારે ભાવનગર જિલ્લાના શિહોરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલભીપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન ગઈકાલે બપોરે અને સાંજે જિલ્લાના સિહોરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે .ઉમરાળામાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું.
આજેસોમવારે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના શિહોરમાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરાળામાં 2 મી.મી . અને વલભીપુરમાં 11 મી.મી.વરસાદ નોંધાયો છે.
તથા માધવપુર ઘેડમાં છેલ્લા એક અઠવાડિયાથી સુર્યનારાયણના દર્શન જોવા મળતા હતા. ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક બદલો આવતાની સાથે જ એક ઇંચથી વધારે વરસાદ વરસતા ગરમીમા રાહત જોવા મળી રહી છે.