Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Saurashtra માં મેઘરાજાનો નવો રાઉન્ડ : જુનાગઢ, માંગરોળ, ઢાંકમાં 4 ઇંચ
    સૌરાષ્ટ્ર

    Saurashtra માં મેઘરાજાનો નવો રાઉન્ડ : જુનાગઢ, માંગરોળ, ઢાંકમાં 4 ઇંચ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 21, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh, તા. 21
    સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને છેલ્લા 24 કલાક દરમ્યાન 1 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટાનાં ઢાંકમાં 4 ઇંચ, માણાવદર-વંથલીમાં 3, કેશોદ-માળીયામાં 2 ઇંચ, વિસાવદર-મેંદરડામાં 1 ઇંચ, રાજકોટ જિલ્લામાં 1 થી 3 ઇંચ, જેમાં ઉપલેટામાં 3 ઇંચ, ગોંડલમાં 2, જામકંડોરણામાં 1.5 ઇંચ, કોટડાસાંગાણીમાં 1 ઇંચ અને રાજકોટ શહેરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.

    તથા કચ્છનાં ભચાઉમાં 2 ઇંચ, અંજારમાં 1 ઇંચ, ભાવનગરનાં શિહોરમાં પોણા બે ઇંચ, દ્વારકાનાં ભાણવડમાં પણ પોણા બે ઇંચ, ગિર સોમનાથનાં સુત્રાપાડામાં 1.5 ઇંચ, દ્વારકાનાં કલ્યાણપુરમાં 1 ઇંચ, જામનગર શહેરમાં 1 ઇંચ, મોરબીનાં ટંકારા માળીયામાં 1 ઇંચ, પાટણ-વેરાવળમાં 1 ઇંચ, અમરેલીનાં કુકાવાવ-વડીયા પણ 1 ઇંચ અને જામનગરનાં ધ્રોલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

    દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલ મુજબ ઉપલેટા છેલ્લા 15 થી 20 દિવસ ના વરસાદી આરામ બાદ બપોરના ત્રણ કલાકથી વરસાદ શરૂ થયેલ હતો જે જોત જોતા માં પાંચ વાગ્યા સુધીમાં લગભગ 3 ઇંચ જેવું પાણી વરસી ગયું છે વરસાદના પગલે સમગ્ર શહેરમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવેલ હતો એકાએક વીજ પુરવઠો બંધ થતાં અને વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તાઓ તેમજ બજારો સુમસામ દેખાઈ રહી હતી.

    તો બીજી તરફ વરસાદના પગલે લાંબા સમય બાદ વરસાદ વરસતા યુવા ધન તેમજ બાળકો વરસાદની મોજ માણવા અને નાહવા માટે રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હતા જ્યારે ત્રણ ઇંચ વરસાદના પગલે શહેરના રાજમાર્ગો અને મુખ્ય રસ્તાઓ પર અડધો ફૂટ જેવા પાણી ભરાયા હતા.

    ચોમાસુ સિઝન દરમિયાન ભીમ અગિયારસ ખેડૂતોમાં વાવણીનું સુકન અને મુરત ગણાતું હોય છે ભીમ અગિયારસના દિવસે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરી દીધેલી હોય આ અંગે ભીમ અગિયારસને પણ આજે 20 દિવસ જેવો સમય તેમજ જુલાઈનો એન્ડ નીકળી જવા પામ્યો છે.

    ત્યારે ઉપલેટા પંથકમાં સરેરાશ વરસાદ ઓછું હોવાનું ખેડૂતોએ અનુમાન લગાવેલ હતું પરંતુ હવે આગામી દિવસો દરમિયાન ચોમાસુ સત્ર ખેડૂતો માટે કેવું રહે છે તે જોવાનું રહ્યું જ્યારે ઉપલેટા તાલુકામાં વાવણી લયક વરસાદ પછીનો સારા વરસાદનો આ પ્રથમ રાઉન્ડ જે ત્રણ ઇંચમાં મપાયેલ છે. ઉપલેટા પંથકમાં વરસાદના સારા વાવડ મળતા ખેડૂતો પણ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

    જયારે ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સતત ગઇકાલે બીજા દિવસે બપોરના 1 થી 4 વાગ્યા સુધીમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી થતા માત્ર 3 કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.

    ઢાંક પંથકમાં આજે સતત બીજા દિવસે મેઘરાજાનીપધરામણી થતા નદી, નાલા, વોંકળામાં પાણીની સારી એવી અવાક થઇ છે. વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.

    તથા જુનાગઢ, માંગરોળમાં ચાર ચાર ઇંચ, માણાવદર વંથલીમાં ત્રણ-ત્રણ ઇંચ કેશોદ-માળીયામાં બબ્બે ઇંચ વિસાવદર-મેંદરડામાં એક એક ઇંચ ભેંસાણમાં પોણો ઇંચ.

    સિઝનનો સૌથી વધુ વરસાદ જુનાગઢમાં 4 ઇંચ, વંથલી-કેશોદમાં 21-21 ઇંચ વિસાવદરમાં 21 ઇંચ, માળીયા હાટીના 20 ઇંચ, માણાવદરમાં 20  ઇંચ, માંગરોળ 18 ઇંચ સૌથી ઓછો ભેંસાણમાં 14 ઇંચ થયો છે.

    થોડા દિવસના વિરામ બાદ ગત શનિવારના બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરતા શનિ-રવિ બે દિવસમાં સમગ્ર  સોરઠ પ્રદેશના તમામ નવ તાલુકાઓમાં પોણા ઇંચથી લઇને ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

    ઉછરેલી અને એરવેલી મગફળી કપાસ સહિતના ખરીફ (ચોમાસુ) પાક ઉપર કાચા સોના સમાન સમયસર મેઘરાજાની પધરામણી થતા ખેડુતો ખુશખુશાલ થઇ જવા પામ્યા છે.

    શનિ-રવિ બે દિવસમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ-માંગરોળમાં ચાર-ચાર ઇંચ નોંધાયો છે. વંથલી-કેશોદમાં  ત્રણ-ત્રણ ઇંચ, માળીયા હાટીનામાં બે ઇંચ, વિસાવદર-મેંદરડામાં એક એક ઇંચ જયારે ભેંસાણમાં 17 મીમી (પોણો ઇંચ) વરસાદ નોંધાયો છે.

    ચાલુ વર્ષમાં સૌથી વધુ વરસાદ જુનાગઢમાં 24 ઇંચ, વંથલી-કેશોદમાં ર1-21 ઇંચ, માળીયા હાટીનામાં 20 ઇંચ, માણાવદરમાં 20 ઇંચ, માંગરોળ 18 ઇંચ જયારે સૌથી ઓછો વસરાદ ભેંસાણમાં 14 ઇંચ નોંધાયો છે.

    જુનાગઢ સોનરખી નદી-કાળવા વિલંગ્ડન ડેમમાં નવા નીર આવતા રવિવારના શહેરીજનોએ કુદરતી નજારાનો લાભ લીધો હતો. જયારે ભાવનગર જિલ્લાના શિહોરમાં  ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલભીપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

    ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન ગઈકાલે બપોરે અને સાંજે જિલ્લાના સિહોરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે .ઉમરાળામાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું.

    આજેસોમવારે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન  ભાવનગર જિલ્લાના શિહોરમાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરાળામાં 2 મી.મી . અને વલભીપુરમાં 11 મી.મી.વરસાદ નોંધાયો છે.

    તથા માધવપુર ઘેડમાં છેલ્લા એક અઠવાડિયાથી સુર્યનારાયણના દર્શન જોવા મળતા હતા. ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક બદલો આવતાની સાથે જ એક ઇંચથી વધારે વરસાદ વરસતા ગરમીમા રાહત જોવા મળી રહી છે.

    Junagadh Mangrol Megharaja New round Saurashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarના ગુંદી ગામે પોલીસ પર હુમલો કરનારા પૈકીના 6 શખ્સોની ધરપકડ

    May 16, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval ના ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

    May 16, 2026
    સૌરાષ્ટ્ર

    પુરૂષોત્તમ માસની શુભેચ્છા પાઠવતા જસદણ ભાજપનાં આગેવાનો

    May 16, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ગોલ્ડ એસો. દ્વારા દાગીના માટે રિ-યુઝનો અપાયો વિકલ્પ

    May 16, 2026
    સૌરાષ્ટ્ર

    Savarkundla -ખાંભા પંથકની ધરા ફરી ધ્રુજી : ભૂકંપના બે આંચકા

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.