Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 12 જુલાઈ નું રાશિફળ
    • 12 જુલાઈ નું પંચાંગ
    • Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
    • Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
    • Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
    • અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
    • આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
    • દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૬૯૦ સામે ૭૭૬૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૪૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૫૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૫૮ સામે ૨૩૬૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૬૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બાદ સરકારના મહત્ત્વના પદ માટે થઈ રહેલી અટકળો તેમજ ચીન સાથે ટ્રેડ-વૉર ઉદ્ભવવાના સંકેતો સાથે આ મુવમેન્ટની વૈશ્વિક નાણાંકીય બજાર પર પ્રતિકૂળ અસર થવાની ગણતરી પાછળ વિશ્વના અન્ય બજારો સહિત ભારતીય શેરબજારમાં ધોવાણ થયું હતું. અમેરિકાના પ્રતિકૂળ અહેવાલોની બીજી તરફ જીયો-પોલિટિકલ ટેન્શનના અહેવાલો સહિતના અન્ય પરિબળો પાછળ વિદેશી રોકાણકારોની વેચવાલીએ બજારનું માનસ ખરડાતા ભારતીય શેરબજારમાં આજે વેચવાલી જોવા મળી હતી.

    એફપીઆઈઝની ભારતમાંથી સતત શેરો વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણો સાથે ભારતીય રૂપિયો પણ તૂટતો જઈ નવા તળીયે આવી જવાના પરિણામે અને ફુગાવો – મોંઘવારીનો આંક વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ આવતાં બજારમાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી. સેન્સેક્સ ૯૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૬૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૪૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    ઓવર વેલ્યુએશનનો ભય હકીકત બની અનેક શેરોના ભાવોમાં મોટા ગાબડાં પડતાં જોવાઈ રહ્યા છે. જાણે કે રિટેલ ઈન્વેસ્ટરો અટવાઈ પડયા હોય એમ શેરોના ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં જોવાઈ રહ્યા હતા. ઓકટોબર મહિનામાં એસપીઆઈ થકી રોકાણનો પ્રવાહ વધતો જોવાયા છતાં જાણકારોમાં આ પ્રવાહ હવે મંદ પડવા લાગ્યો હોવાનું અને રિટેલ ઈન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડોમાં સંભવિત રિડમ્પશનના ધસારાના સંજોગોમાં બજારમાં પરિસ્થિતિ અંકુશ બહાર જવાનું જોખમ સર્જાવાની ચણભણ થવા લાગી છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં અદાણી એન્ટર., કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ, ઓબેરોઈ રીયાલીટી, વોલ્ટાસ, બાટા ઇન્ડિયા, ટાટા કેમિકલ્સ, રામકો સિમેન્ટ, જીન્દાલ સ્ટીલ, સન ટીવી લાઈફ જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ, લાર્સેન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપીન, ઓરબિંદો ફાર્મા, એક્સીસ બેન્ક, સન ફાર્મા, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, અદાણી પોર્ટસ, વિપ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૩ અને વધનારની સંખ્યા ૨૧૪૫ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું. જીએસટી પરના પ્રધાનોના જૂથે આરોગ્ય તથા જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપવા ભલામણ કરી છે. જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટી દરમાં સૂચિત રાહતથી સરકારને આવકમાં રૂ.૨૦૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જે અન્ય ચીજવસ્તુ પરના દર વધારી ભરપાઈ કરવા દરખાસ્ત હોવાનું જણાવ્યું હતું.

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ તરીકેના વિજયથી ભારતમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પર અસર પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. જો કે ભારતમાં એફડીઆઈ માટે નવા ક્ષેત્રો ઊભરી રહ્યા છે જે અમેરિકાની પીછેહઠના કિસ્સામાં એફડીઆઈ પ્રવાહને ટકાવી રાખશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પોતાની અગાઉની મુદતમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટસ આકર્ષવા અનેક નિયમનકારી ફેરબદલો કર્યા હતા જેને પરિણામે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એફડીઆઈ ઈન્ફલોસ પર અસર પડી હતી.

    તા.૧૫.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૪.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૭૬ પોઈન્ટ થી ૨૩૭૦૭ પોઈન્ટ,૨૩૭૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૪.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૩૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૪૯૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૪૦૪ પોઈન્ટ થી ૫૦૫૩૦ પોઈન્ટ,૫૦૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!      

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૫૪૧ ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૭૪ થી રૂ.૨૫૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૪૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૮૦ થી રૂ.૧૯૦૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચડીએફસી બેન્ક  ( ૧૬૯૫ ):- રૂ.૧૬૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૪૪ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ભારતી ઐરટેલ ( ૧૫૫૫ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૭૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૮૮ થી રૂ.૧૩૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • હિન્દુસ્તાન યુનીલીવર ( ૨૩૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાય્વાર્સીફાય એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૬૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૬૦ થી રૂ.૨૩૨૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૧૭૮૦ ):- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૫૭ થી રૂ.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૦૯ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૯૦ થી રૂ.૧૬૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૬૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૯૭ થી રૂ.૧૫૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • મહાનગર ગેસ ( ૧૩૨૦ ) :- રૂ.૧૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 11, 2025
    રાષ્ટ્રીય

    વિશ્વની સૌથી ઝડપી પેમેન્ટ પધ્ધતિ ભારતમાં : UPI ને શ્રેય

    July 11, 2025
    વ્યાપાર

    પાંચ મહિના બાદ ફરી mutual funds માં રોકાણ વધ્યું !

    July 11, 2025
    વ્યાપાર

    Silver માં ફરી રોકેટ ગતિની તેજી : રૂ. 3500નો ઉછાળો : 113800 નવો રેકોર્ડ બ્રેક ભાવ

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025

    Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ

    July 11, 2025

    Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ

    July 11, 2025

    અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu

    July 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.