Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી
    • Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ
    • Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો
    • 10 જુલાઈનું રાશિફળ
    • 10 જુલાઈનું પંચાંગ
    • Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ
    • ચૂંટણી પંચ બિહારમાં આપણા મતદારોને ચોરી રહ્યું છે, મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું,Rahul Gandhi
    • મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ,અમિત શાહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalNovember 11, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૮૬ સામે ૭૯૨૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૦૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૯૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૨૧૯ સામે ૨૪૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૦૯૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૨૬ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સોમવારે ભારતીય શેરબજાર છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી મંદ રહ્યા બાદ હવે ઉછળ્યા છે.આજે પણ માર્કેટની શરૂઆત ફ્લેટ રહી હતી.પરંતુ બાદમાં આઈટી-ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા હતા. સેન્સેક્સ ૫૦૦ પોઈન્ટનો ઉછળો,જ્યારે નિફ્ટી ૧૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળીયો હતો.શેરબજારમાં હજી મંદીના વાદળો હટ્યા નથી. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

    સેન્સેક્સ ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૨૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૦૬૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટી બેઝડ આજે બજારે યુ-ટર્ન  લીધા સાથે સ્મોલ કેપ શેરોમાં આજે ખેલંદાઓ, ફંડોએ ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી.

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે ડોલર ઈન્ડેક્સમાં આકર્ષક તેજી નોંધાતા આઈટી અને ટેક્નોલોજી શેર્સ ઉછળ્યા છે. વૈશ્વિક પડકારો અને નિરાશાજનક કમાણીના પગલે શેરબજારમાં મંદીનુ જોર વધ્યું છે. એફઆઈઆઈ પણ સતત વેચવાલી નોંધાવી રહ્યું છે. એશિયન પેઈન્ટે અપેક્ષા કરતાં અત્યંત નબળા પરિણામ જાહેર કરતાં જ આજે શેર ૯% તૂટ્યો હતો. નિફ્ટી ખાતે લિસ્ટેડ ૫૦% થી વધુ કંપનીઓએ અપેક્ષા કરતાં નબળો અને ઓછો નફો નોંધાવ્યો હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. શેરબજારમાં આજે ઉછાળા પાછળનું કારણ ચીનના નબળા આર્થિક ડેટા છે. ચીને જીડીપીના રિકવરી માટે આર્થિક પેકેજ જાહેર કર્યુ હોવા છતાં ગ્રોથ નબળો જોવા મળ્યો છે. 

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,એચસીએલ ટેકનોલોજી,ડો રેડ્ડી,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,વિપ્રો,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ડીગો,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગ્રાસીમ,લ્યુપીન,ટીવીએસ મોટર્સ,સન ફાર્મા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,લાર્સેન,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૮ અને વધનારની સંખ્યા ૧૫૩૦ રહી હતી,  ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,સંવત ૨૦૮૧ની શરૂઆત મૂહુર્ત ટ્રેડીંગમાં મજબૂતીએ થયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે.અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે.સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે.શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે, આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે. આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.

    તા.૧૨.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૧.૧૧.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૨૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૭૨ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ,૨૪૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૧.૧૧.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૦૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૯૭૯ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૧૦૮ પોઈન્ટ થી ૫૨૨૩૨ પોઈન્ટ,૫૨૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગોદરેજ પ્રોપર્ટી ( ૨૬૭૦ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૮૮ થી રૂ.૨૭૦૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૨૦૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૮૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૭૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૦૨૪ થી રૂ.૨૦૪૭ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૪૫ ):- રૂ.૧૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૩૧ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૭૯ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૭૫૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૭૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૫૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૮૮ થી રૂ.૧૩૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૦૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૩૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૩૭ થી રૂ.૨૦૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૬૨ ):- રૂ.૧૮૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૭૦ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૫૫ થી રૂ.૧૭૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હોઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટસ ( ૧૩૪૬ ) :- રૂ.૧૩૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૬ થી રૂ.૧૩૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 9, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વરસાદા બાદ શાકભાજીમાં સરેરાશ ૧૫થી ૪૦ ટકા સુધીનો ભાવ વધારો

    July 9, 2025
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 8, 2025
    ગુજરાત

    Gujaratમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો

    July 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025

    10 જુલાઈનું રાશિફળ

    July 9, 2025

    10 જુલાઈનું પંચાંગ

    July 9, 2025

    Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ

    July 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.