Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી
    • Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ
    • Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો
    • 10 જુલાઈનું રાશિફળ
    • 10 જુલાઈનું પંચાંગ
    • Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ
    • ચૂંટણી પંચ બિહારમાં આપણા મતદારોને ચોરી રહ્યું છે, મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું,Rahul Gandhi
    • મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ,અમિત શાહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૮૧ સામે ૮૦૦૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૧૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૮૨ સામે ૨૪૪૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૮૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ગુરુવારે શેરોમાં સેન્સેક્સ, નિફટી, સ્મોલ, મિડ કેપ શેરોમાં  વ્યાપક ઘટાળા બાદ ઘટાડે ફંડોની પસંદગીના શેરોમાં  ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ ફરી સાધારણ પોઝિટીવ બની  હતી.ફોરેન ફંડોએ આજે સતત ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં ઓફલોડિંગ કર્યા સાથે હેલ્થકેર-ફાર્મા શેરોમાં તેજીનો વેપાર વધુ હળવો થયો હતો. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઘટાડે મહારથીઓ, લોકલ ફંડો લેવાલ બનતાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું.સેન્સેક્સ ૧૭ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૦૬૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૫૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૬૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત જંગી વેચવાલી કરીને એક્ઝિટ સાથે મ્યુચ્યુઅલ ફંડોમાંથી પણ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો એક્ઝિટ થઈ રહ્યાના સંકેતે છેલ્લા કેટલાક દિવસોથી શેરોમાં થઈ રહેલું ધોવાણ બાદ પરિવર્તિત થયા બાદ પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં રિકવરી સિવાય એકંદર સેન્ટીમેન્ટ સાવચેતીનું રહ્યું હતું.કેપિટલ ગુડઝ,પાવર શેરોમાં ફંડો,મહારથીઓએ સતત તેજીનો વેપાર હળવો કરતાં રહેતાં ધોવાણ ચાલુ રહ્યું હતુંઓટોમોબાઈલ ઉદ્યોગ માટે હાલ પડકારરૂપ સમય હોવાનું અને કંપનીઓ માલભરાવાની સ્થિતિનો સામનો કરી રહી હોવા સાથે તહેવારોમાં વાહનોની ખરીદીમાં અપેક્ષિત પ્રતિસાદ નહીં સાંપડયાના અહેવાલોએ ફંડોની ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડોએ મોટી વેચવાલી શરૂ કર્યાની ચર્ચા વચ્ચે ધોવાણ થયું હતું. તૂટતાં બજારમાં હંમેશ સપોર્ટ માટે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી કરનારા મહારથી, ફંડોએ આજે ફરી પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,રિલાયન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એસીસી,ડીવીસ લેબ,સિપ્લા,લ્યુપીન,સન ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,અદાણી એન્ટર.,કોલ્પાલ,વોલ્ટાસ,હવેલ્લ્સ,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,એયુ બેન્ક,કોટક મહિન્દ્રા બેન્ક,ડીએલએફ,સન ટીવી,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,મહાનગર ગેસ, ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૫૮૪ રહી હતી,  ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જણાય છે. સાનુકૂળ લણણીને કારણે ગ્રામ્ય માગમાં રિકવરીના ટેકા સાથે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં  ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવા અમારો અંદાજ છે. ખાધાખોરાકીના ભાવમાં સામાન્યતા સાથે વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો ઘટી ૪.૪૦ ટકા રહેવા અપેક્ષા હોવાનું આઈએમએફ એશિયા પેસિફિક જણાવ્યું હતું. ચૂંટણીઓ છતાં, રાજકોષિય શિસ્તતા તેના પંથે છે. રિઝર્વનું સ્તર સારુ છે. ભારત માટે મેક્રો ફન્ડામેન્ટલ્સ સારા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી બાદ ભારતમાં સુધારા અગ્રતાઓ ત્રણ ક્ષેત્રોમાં હોવી જરૂરી છે. ભારતમાં રોજગાર નિર્માણ એક મુદ્દો રહેલો છે. આ સંદર્ભમાં મને લાગે છે કે, શ્રમ કાયદાનો અમલ થવો જરૂરી છે, કારણ કે તેનાથી લેબર માર્કેટમાં લવચિકતા જોવા મળશે એમ તેમણે જણાવ્યું હતું.

    ભારતમાં રોકાણનું આકર્ષણ હજુ અકબંધ છે, પરંતુ આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ નફો ઘટી રહ્યો છે. તેથી  રેટિંગ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘા વેલ્યુએશનના કારણે આગામી દિવસોમાં શેરબજારમાં હજુ થોડા દિવસો સુધી ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ જબરદસ્ત સ્થાનિક રોકાણને કારણે બજારમાં મોટા ઘટાડાની કોઈ શક્યતા જોવા મળી નથી.વિશ્વની જાણીતી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાસે ભારતનું રેટિંગ ઘટાડી શેરબજારના રોકાણકારો માટે ટેન્શન વધાર્યું છે. ગોલ્ડમેન સાસે ભારતીય મૂડી બજાર અંગે નવી રિસર્ચ નોટ બહાર પાડી ભારતૂનું રેટિંગ ઓવરવેઈટથી ઘટાડી ન્યુટ્રલ કર્યું છે.

    તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૪.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૫૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૫૦૫ પોઈન્ટ થી ૨૪૫૭૫ પોઈન્ટ, ૨૪૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૪.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૬૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૩૭૩ પોઈન્ટ પ્રથમ અને ૫૧૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૭૩૭ પોઈન્ટ થી ૫૧૮૦૮ પોઈન્ટ૫,૫૧૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લીમીટેડ  ( ૨૨૬૫ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૮૮ થી રૂ.૨૩૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૨૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૮૩ ):- રૂ.૧૬૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૪૪ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૦૩ થી રૂ.૧૭૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • મહાનગર ગેસ ( ૧૫૩૬ ) :- એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૨૮૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૬૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૯૪ થી રૂ.૧૩૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • હિન્દુસ્તાન યુનીલીવર ( ૨૫૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ ડાઇવર્સિફાઇડ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૫૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૮૦ થી રૂ.૨૪૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૧૩૪ ):- રૂ.૨૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૧૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૧૦૮ થી રૂ.૨૦૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૪૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૬૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૭૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૩ થી રૂ.૧૬૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૧૧૦ ) :- રૂ.૧૧૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 9, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વરસાદા બાદ શાકભાજીમાં સરેરાશ ૧૫થી ૪૦ ટકા સુધીનો ભાવ વધારો

    July 9, 2025
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 8, 2025
    ગુજરાત

    Gujaratમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો

    July 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025

    10 જુલાઈનું રાશિફળ

    July 9, 2025

    10 જુલાઈનું પંચાંગ

    July 9, 2025

    Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ

    July 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.