Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી
    • Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ
    • Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો
    • 10 જુલાઈનું રાશિફળ
    • 10 જુલાઈનું પંચાંગ
    • Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ
    • ચૂંટણી પંચ બિહારમાં આપણા મતદારોને ચોરી રહ્યું છે, મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું,Rahul Gandhi
    • મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ,અમિત શાહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalOctober 22, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૦.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૫૧ સામે ૮૧૧૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૪૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૯૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૮૮ સામે ૨૪૭૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૦૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શેરબજારમાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મંદી જોવા મળી.વિદેશી રોકાણકારોની વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ તેની મહત્ત્વની સાયકોલોજિકલ સપાટી તોડી ૨૪૫૦૦ થયો હતો.ઓવર વેલ્યુએશન સાથે વિદેશી ફંડોની ભારતીય શેર બજારોમાંથી સતત એક્ઝિટ લઈ થઈ રહેલી જંગી વેચવાલી ઓકટોબરમાં અત્યાર સુધીમાં રૂ.૮૦૦૦૦ કરોડથી વધુ થઈ જતાં મ્યુચ્યુઅલ ફંડોના રોકાણકારોમાં પણ ફફડાટ  ફેલાવાતા લાગતાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો-એચએનઆઈઝ મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણ પાછું ખેંચવા લાગ્યાના સંકેતે ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું હેમરિંગ થયું હતું. અલબત રિટેલ રોકાણકારોને અંધારામાં રાખીને સેન્સેક્સ, નિફટીને એકંદર ટકાવી રાખી સાઈડ માર્કેટમાં મોટું ઓફલોડિંગ કરાયું હતું.

    સેન્સેક્સ ૯૩૦ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૨૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૫૨૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૪૫ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૯૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    વિક્રમ સંવત ૨૦૮૦ પૂર્ણ થવાના આરે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષની શરૂઆતથી આકર્ષક રિટર્ન આપનારા ભારતીય શેરબજાર છેલ્લા બે સપ્તાહથી કરેક્શન નોંધાવી રહ્યા છે. આ સપ્તાહમાં રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ. ૮.૫૧ લાખ કરોડની મૂડી ગુમાવી છે. જ્યારે ઓક્ટોબર માસમાં અત્યારસુધીમાં માર્કેટમાં ૨૫.૨૨ લાખ કરોડનું ગાબડું થયું છે. દિવાળી પહેલાં રોકાણકારો પોતાનો જૂનો માલ વેચી નવા વર્ષે નવી ખરીદી કરવાના વલણ સાથે પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યું હતું.દેશનો ટોચનો રૂ.૨૭૮૭૦ કરોડનો હ્યુન્ડાઈનો આઈપીઓએ ૧.૩૨ ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. ૧૯૬૦ સામે રૂ. ૧૯૩૪ માં લિસ્ટિંગ કરાવ્યું છે. 

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં નેસ્ટલે ઇન્ડિયા,ઈન્ફોસીસ,આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ડીવીસ લેબ,ગ્રાસીમ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,વોલ્ટાસ,અદાણી એન્ટર.,રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ગોદરેજ પ્રોપર્ટી,ટીસીએસ,એસીસી,ટોરેન્ટ ફાર્મા,ભારતી ઐરટેલ,સન ફાર્મા,બાટા ઇન્ડિયા,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,ટેક મહિન્દ્રા,સિપ્લા,હવેલ્લ્સ, કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૨૪ અને વધનારની સંખ્યા ૫૬૧ રહી હતી,  ૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૫૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,મંદ માગને પરિણામે  વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓની આવક વૃદ્ધિ તથા નેટ પ્રોફિટમાં વૃદ્ધિ પણ ધીમી પડી હોવાનું બીજા ત્રિમાસિક ગાળાના આવી રહેલા પરિણામો પરથી સંકેત મળી રહ્યા છે.૧૬૭ કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોની કરાયેલી એનાલિસિસમાં આ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે પાંચ ટકા જ વધારો જોવા મળ્યો છે, જ્યારે પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ નેટ પ્રોફિટ સ્થિર રહ્યો છે.નાણાં વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓના નેટ પ્રોફિટમાં ૧૬% જેટલી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.ગયા નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં ૧૬૭ કંપનીઓના નેટ પ્રોફિટનો આંક રૂપિયા ૮૬૩૮૮ કરોડ રહ્યો હતો જે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં પાંચ ટકા વધી રૂપિયા ૯૦૬૮૫ કરોડ જોવા મળ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં આ આંક રૂપિયા ૮૭૫૬૯ કરોડ રહ્યો હતો. કંપનીઓના નેટ વેચાણમાં (નાણાંકીય કંપનીઓના કિસ્સામાં ગ્રોસ ઈન્ટરેસ્ટ ઈન્કમ) વાર્ષિક ધોરણે સાત ટકા સાધારણ વૃદ્ધિ જોવા મળી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. એકંદર રેવેન્યુ રૂપિયા ૭.૪૦ ટ્રિલિયન રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિકમાં રૂપિયા ૬.૯૨ ટ્રિલિયન રહી હતી. આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના પરિણામો નબળા જોવા મળી રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રમાં પરિણામો મિશ્ર રહ્યા છે. બેન્કોની ધિરાણ વૃદ્ધિ ધીમી પડી છે અને માર્જિન દબાણ હેઠળ આવી ગયા છે. એફએમસીજી, સિમેન્ટ, રિટેલ તથા ઓટો ક્ષેત્રમાં માગ નબળી રહી છે. 

    કંપનીઓના પરિણામો એકંદર મિશ્ર ટ્રેન્ડ બતાવી રહ્યા હોઈ બજારમાં  સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને ક્રુડ ઓઈલના ફરી તૂટતાં ભાવો, કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

    તા.૨૩.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૨.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૫૭૫ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ, ૨૪૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૨.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૪૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૪૭૪ પોઈન્ટ થી ૫૧૬૦૬ પોઈન્ટ૫,૫૧૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા  ( ૨૮૯૦ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૦૯ થી રૂ.૨૯૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૫૧૦ ) :- રૂ.૧૪૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૪ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૪૫૧ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી લાઈફ ઇન્સ્યુરન્સ ( ૭૨૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૩૪ થી રૂ.૭૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૯૩ ):- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૮૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૬૩ થી રૂ.૧૬૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • અદાણી પોર્ટસ ( ૧૩૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૦ થી રૂ.૧૩૨૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૬૯ ) :- રૂ.૧૨૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 9, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વરસાદા બાદ શાકભાજીમાં સરેરાશ ૧૫થી ૪૦ ટકા સુધીનો ભાવ વધારો

    July 9, 2025
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 8, 2025
    ગુજરાત

    Gujaratમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો

    July 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025

    10 જુલાઈનું રાશિફળ

    July 9, 2025

    10 જુલાઈનું પંચાંગ

    July 9, 2025

    Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ

    July 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.