રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૩૦.૧૦.૨૦૨૪ ના રોજ…
બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૮૦૩૬૯સામે૮૦૨૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૨૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૬૧૩.૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૬.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે૭૯૯૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૭૭સામે૨૪૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૧૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૨૦૫.૦૫પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૦૬.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે૨૪૩૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ધનતેરસના રોજ ભારતીય શેરબજારમાં ધનવર્ષા થઈ હતી, જો કે આજે બુધવારે ભારતીયશેરબજારમાં ગઈકાલે જોવા મળેલો સુધારો આજે ધોવાઈ ગયો હતો. ફોરેન પોર્ટ ફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં સતત એકધારી વેચવાલી ચાલુ રહેતાં અને સંવત ૨૦૮૦ પૂરૂ થઈ રહ્યું હોઈ શેરોમાં આવેલા મોટા કરેકશનમાં રિટેલ ઈન્વેસ્ટરો પણ સાવચેત થઈને આ ઘટાડાના દોરમાં ૨૫થી ૩૦% પોર્ટફોલિયો વેલ્યુ ઘટી ગઈ હોઈ વેચવાલ બનતાં આજે સપ્તાહના ત્રીજા દિવસેભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
જીઓપોલિટીકલ ટેન્શન બાદ ઘર આંગણે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં નબળો પરિણામો જાહેર થવાનો દોર શરૂ થતાં અને સંખ્યાબંધ બેંકોની એસેટ્સ ગુણવતા નબળી હોવા સંબંધિત સ્ટ્રેસ એસેટ્સના અહેવાલોએ આજે બેંકિંગ શેરોમાં ફંડોએ હેમરીંગ કરતાઆજેસેન્સેક્સે ૮૦૦૦૦ પોઈન્ટની તેમજનિફટી ફ્યુચરે ૨૪૪૦૦ પોઈન્ટની સપાટી ગુમાવી દીધી હતી. આ સાથે બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપઈન્ડેક્સ ૧.૫૪%વધીનેબંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રસર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ, એફએમસીજી, કોમોડિટી, કેપિટલ ગુડ્સ અનેટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૪૦ અને વધનારની સંખ્યા ૨૮૯૨ રહી હતી, ૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી ૧.૯૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૧%, અદાણી પોર્ટ ૧.૬૯%, લાર્સન લી. ૦.૭૭%, આઈટીસી લી. ૦.૭૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૧%, ટાઈટન કંપની લી. ૦.૪૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૭%, નેસ્લે ઇન્ડિયા ૦.૩૭%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૨૩% અનેટીસીએસ લી. ૦.૨૧% વધ્યા હતા, જ્યારે ઇન્ફોસિસ લી. ૨.૦૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨%, કોટક મહિન્દ્રા બેન્ક૧.૩૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૨૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૨૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૦%, એકસિસ બેન્ક ૧.૧૩%, એનટીપીસી લી. ૦.૯૫%, એચડીએફસી બેન્ક ૦.૭૧%, બજાજ ફિનસર્વ ૦.૮૯%, ટાટા સ્ટીલ ૦.૭૩% અનેબજાજ ફાઈનાન્સ ૦.૭૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, વળતરનીદ્રષ્ટિએબીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફટીએસંવત ૨૦૮૦માંભલે૨૩%થી વધુ વળતર પૂરા પાડયાહોયપરંતુ સમાપ્ત થઈ રહેલા ૨૦૮૦ના અંતિમભાગમાં એટલે કેઓકટોબરમાંવૈશ્વિક સ્તરે ભૌગોલિકરાજકીય તણાવ તથા ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલીએરોકાણકારોનું માનસ બગાડયું છે.સંવત ૨૦૮૦નો પ્રારંભ ૧૨ નવેમ્બર, ૨૦૨૩થી થયો હતો. નવેમ્બર, ૨૦૨૩થી ૨૮ઓકટોબર, ૨૦૨૪ના ગાળા સુધીમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસ કેશમાં નેટ રૂ.૧,૯૪,૪૨૩.૪૧ કરોડની વેચવાલી કરી છે.રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલીતો વર્તમાન મહિનામાં જ જોવા મળી છે. ભારતમાંથીએફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો સંવત ૨૦૮૧માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે.
વર્ષ ૨૦૨૪ના અત્યારસુધીના ગાળામાં ભારતીયઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત ૨૦૮૧માં પ્રવેશી રહ્યા છેત્યારેદેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તણાવ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા બેન્કો, આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત ૨૦૮૧માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે.
તા.૩૧.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૩૦.૧૦.૨૦૨૪ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૩૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૫૦૫ પોઈન્ટનાપ્રથમઅને૨૪૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૭૨ પોઈન્ટથી૨૪૨૦૨ પોઈન્ટ, ૨૪૧૭૦ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૫૭૫ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૩૦.૧૦.૨૦૨૪ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૫૧૭૯૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૫૧૬૦૬ પોઈન્ટપ્રથમઅને૫૧૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૧૯૭૯ પોઈન્ટથી૫૨૦૮૮ પોઈન્ટ, ૫૨૧૮૦ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૧૮૦ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ભારત ફોર્જ( ૧૪૨૦ ) :-કલ્યાણીગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૩૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૩૭૩ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૩ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ( ૧૩૪૩ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૫૭ થીરૂ.૧૩૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક( ૧૩૧૨ ):-રૂ.૧૨૮૮ નોપ્રથમ તેમજ રૂ.૧૨૭૦ બીજા સપોર્ટથીપ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- જિંદાલ સ્ટીલ( ૯૧૯ ):-આયર્ન એન્ડ સ્ટીલસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થીરૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા( ૮૨૪ ) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૦૮ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકપબ્લિક બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૩૪ થીરૂ.૮૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઓબેરોય રિયલ્ટી( ૧૯૨૯ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૯૮ થીરૂ.૧૮૮૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસિસ લિ.( ૧૮૦૨ ):-રૂ.૧૮૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૮૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૮૭ થીરૂ.૧૭૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૬૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટેક મહિન્દ્ર( ૧૬૭૦ ) :-કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૬૪૪ થીરૂ.૧૬૨૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- બાટા ઈન્ડિયા ( ૧૩૬૪ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબફૂટવેરસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૭ થીરૂ.૧૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર( ૧૦૨૧ ):- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૦૬૦ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૩ થીરૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.