રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૦.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૮૧ સામે ૮૧૫૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૫૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૭૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૦૪૯ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૨૧ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આજે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ ઉછળ્યા છે.શેરબજારમાં વોલેટિલિટીનો અંત આવતો જોવા મળ્યો છે. બેંકિંગ,ઓટો શેરો પાછળ સેન્સેક્સ,નિફટી બેઝડ ખરીદી સાથે સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો,ખેલંદાઓનું આકર્ષણ જળવાયેલું રહેતાં માર્કેટબ્રેડ્થ સાધારણ પોઝિટીવ રહી હતી સેન્સેક્સ ૫૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૨૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૦૪૨ પોઈન્ટના સ્તરે બંધ થયો.
મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટી ૧%થયો છે. જે ઓગસ્ટમાં ૧.૨૨%હતો. પ્રાઈમરી આર્ટિકલ્સમાં જથ્થાબંધ મોંઘવારી વધી ૬.૫૯% થઈ હતી.જે ઓગસ્ટમાં ૨.૪૨% હતી.ફૂડ આર્ટિકલ્સના જથ્થાબંધ ફુગાવો ૧૧.૫૩% રહ્યો છે. જે ઓગસ્ટમાં ૩.૧૧% હતો. શાકભાજીના જથ્થાબંધ ભાવ વધી ૪૮.૭૩% થયા છે, જે ઓગસ્ટમાં ૧૦.૧૧% ઘટ્યા હતા. ઈંધણ અને વીજના જથ્થાબંધ ભાવ ૪.૦૫%ઘટ્યા છે. જે ગતમહિને ૦.૬૭% ઘટ્યા હતા. દેશમાં શાકભાજી અને ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના કારણે જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં વધી ૧.૮૪% થઈ છે. જે ઓગસ્ટમાં ૧.૩૧%હતી. સોમવારે સરકારે જથ્થાબંધ ફુગાવાના આંકડા જારી કર્યા હતા. શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારાના કારણે જથ્થાબંધ ફુગાવો વધ્યો હતો. શાકભાજીના ભાવ ૪૦ થી ૬૦% સુધી વધ્યા છે.
ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી નોંધાવી હોવા છતાં તેની અસર હવે બજાર પર જોવા મળી રહી નથી. જેની પાછળનું કારણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)ની મજબૂત ખરીદી છે. રોકાણકારો હવે જારી થનારા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો અંગે સકારાત્મક વલણ ધરાવી રહ્યા છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,લાર્સેન,ગ્રાસીમ,મુથૂટ ફાઈનાન્સ,સન ફાર્મા,ઈન્ફોસીસ,લ્યુપીન,જેકે સિમેન્ટ્સ,રિલાયન્સ,હવેલ્લ્સ ઇન્ડિયા,કોટક બેન્ક,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,ગ્લેનમાર્ક ફાર્મા વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,બજાજ ફીન્સેર્વ,ડીએલએફ,ટાટા કેમિકલ્સ,એક્સીસ બેન્ક,મહાનગર ગેસ,ટાટા કોમ્યુનિકેશન જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૧ અને વધનારની સંખ્યા ૨૧૪૩ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં બજારની દિશા મોટાભાગે કોર્પોરેટ અર્નિંગ પર નિર્ભર રહેશે, જેમાં રિલાયન્સ, ઇન્ફોસિસ,એચડીએફસી બેન્ક,એક્સિસ બેન્ક અને એચસીએલ ટેકનોલોજી જેવી મોટી કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે.જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ઈઝરાયેલ દ્વારા ગમે તે ઘડીએ ઈરાનને મિસાઈલ હુમલાનો વળતો પ્રહાર કરીને જવાબ આપવાની અટકળો અને હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ સાથે યુદ્વ વિરામની આજીજી વચ્ચે યુદ્વ સમાધાન તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો અને ઈરાન પાસે પણ અણુ બોમ્બની તાકત હોવાના અને એના પરિણામે બન્ને દેશો વચ્ચે ન્યુક્લિયર યુદ્વની શકયતા નહીં હોઈ વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ તૂટવા સાથે શેર બજારોમાં રિકવરી જોવાઈ હતી. પરંતુ ચાઈનામાં તાજેતરમાં રાહત-સ્ટીમ્યુલસ પેકેજ બાદ વધુ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આવશ્યક હોવાની બજારોની માંગ વચ્ચે સપ્તાહના અંતે નિર્ણયની અપેક્ષા વચ્ચે ચાઈનાના બજારો ડામાડોળ ફંગોળાતી ચાલ બતાવી છે.જો ચાઈના મેગા પેકેજ જાહેર કરે છે, તો અત્યારે ભારતીય શેર બજારોમાંથી ઉચાળા ભરી રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વેચવાલી વધુ આક્રમક બનવાની શકયતા રહેશે. જ્યારે બીજી તરફ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના જોરે બજાર આંચકા પચાવીની સ્થિર થવા મથી રહ્યું હોવા છતાં રોકાણકારોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી અફડા-તફડી જોવાઈ શકે છે.
તા.૧૫.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૪.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૨૭૨ પોઈન્ટ થી ૨૫૩૦૩ પોઈન્ટ, ૨૫૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૪.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૦૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૩૭૩ પોઈન્ટ પ્રથમ અને ૫૨૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૯૭૯ પોઈન્ટ થી ૫૧૮૮૦ પોઈન્ટ૫,૫૧૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લીમીટેડ ( ૨૩૨૫ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૪૪ થી રૂ.૨૩૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૯૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૩૭ થી રૂ.૧૯૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્રા ( ૧૬૯૩ ) :- રૂ.૧૬૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૫૫ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૪૯૩ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૩૧૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૮૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૩૪ થી રૂ.૧૩૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઓબેરોઈ રીયાલીટી ( ૨૦૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૮૮ થી રૂ.૧૯૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથૂટ ફાઈનાન્સ ( ૧૯૫૯ ):- રૂ.૧૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૫૫ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૯૩૭ થી રૂ.૧૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૮૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૨૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૧૧૦૦ ) :- રૂ.૧૧૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!