રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૦.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૭૩ સામે ૮૨૧૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૮૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૨૧ સામે ૨૫૨૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૧૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનાના આયાત-નિકાસના આંકડા નબળા આવતાં અને બજારો દ્વારા વધુ સ્ટીમ્યુલસની માંગ વચ્ચે ચાઈનાની સરકારે બોરોઈંગમાં મોટી વૃદ્વિ સહિતના વધુ સ્ટીમ્યુલસ-રાહતના પગલાંનું આશ્વાસન આપતાં બજારોમાં વોલેટિલિટી જોવા મળી હતી.ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત વેચવાલી સામે કોર્પરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની શરૂ થયેલી સીઝને હવે વિપ્રો દ્વારા ફરી બોનસ શેર વિચારણા જાહેર કરતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ જાહેર થતાં ફંડોએ આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મંદી કરી હતી.વોલ સ્ટ્રીટ પર વધુ એક મજબૂત પ્રદર્શન બાદ એશિયાના શેરબજારોમાં વધારો થયો હતો. ઈરાની ઊર્જા સુવિધાઓ પર ઈઝરાયેલ પર હુમલો કરવાની ચિંતા ઓછી થતાં તેલના ભાવમાં ઘટાડો થયો હતો.
સેન્સેક્સ ૧૫૨ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૮૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૧૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૧૦૬ પોઈન્ટના સ્તરે બંધ થયો.
હવામાનની સ્થિતિ અને હાઇ બેઇઝ ઇફેક્ટના કારણે સપ્ટેમ્બર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો વધીને ૫.૪૯% રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૩.૬૫% હતો. જ્યારે જુલાઇ, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૩.૫૪ % હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર કન્ઝયુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઇ) વાર્ષિક ધોરણે ૯.૨૪ ટકા રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ૯.૦૮% જ્યારે શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ૯.૫૬ % રહ્યો છે. આરબીઆઇને રીટેલ ફુગાવો બે ટકાની વધ-ઘટ સાથે ચાર ટકા રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. રિઝર્વ બેંકે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગયા સપ્તાહમાં નાણાકીય નીતિની સમીક્ષા પ્રમુખ વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. શાકભાજી સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧.૮૪ % થઇ ગયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઓગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૧.૩૧%હતો. શાકભાજી સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧.૮૪% થઇ ગયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઓગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૧.૩૧% હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,એશિયન પેઈન્ટ્સ,ડીવીસ લેબ,ઈન્ડીગો,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,બાટા ઇન્ડિયા,અદાણી પોર્ટસ,મહાનગર ગેસ,એચસીએલ ટેકનોલોજી જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,આઈસર મોટર્સ,ટાઈટન કંપની,હિન્દુસ્તાન યુનીલીવર,ટેક મહિન્દ્રા,ટાટા કોમ્યુનિકેશન,લાર્સેન,ટીસીએસ,રિલાયન્સ,ગ્રાસીમ,કોટક મહિન્દ્રા બેન્ક,ઈન્ફોસીસ,હવેલ્લ્સ,એસીસી,ટોરેન્ટ ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૪ અને વધનારની સંખ્યા ૨૦૬૮ રહી હતી, ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ઈઝરાયેલ દ્વારા ગમે તે ઘડીએ ઈરાનને મિસાઈલ હુમલાનો વળતો પ્રહાર કરીને જવાબ આપવાની અટકળો અને હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ સાથે યુદ્વ વિરામની આજીજી વચ્ચે યુદ્વ સમાધાન તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો અને ઈરાન પાસે પણ અણુ બોમ્બની તાકત હોવાના અને એના પરિણામે બન્ને દેશો વચ્ચે ન્યુક્લિયર યુદ્વની શકયતા નહીં હોઈ વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ તૂટવા સાથે શેર બજારોમાં રિકવરી જોવાઈ હતી. પરંતુ ચાઈનામાં તાજેતરમાં રાહત-સ્ટીમ્યુલસ પેકેજ બાદ વધુ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આવશ્યક હોવાની બજારોની માંગ વચ્ચે સપ્તાહના અંતે નિર્ણયની અપેક્ષા વચ્ચે ચાઈનાના બજારો ડામાડોળ ફંગોળાતી ચાલ બતાવી છે. જો ચાઈના મેગા પેકેજ જાહેર કરે છે, તો અત્યારે ભારતીય શેર બજારોમાંથી ઉચાળા ભરી રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વેચવાલી વધુ આક્રમક બનવાની શકયતા રહેશે. જ્યારે બીજી તરફ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના જોરે બજાર આંચકા પચાવીની સ્થિર થવા મથી રહ્યું હોવા છતાં રોકાણકારોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ,ચાઈનાના સંભવિત પેકેજ અને કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી અફડા-તફડી જોવાઈ શકે છે.
તા.૧૬.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૫.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ, ૨૪૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૫.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૧૦૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૧૮૮ પોઈન્ટ થી ૫૨૩૦૩ પોઈન્ટ૫,૫૨૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( ૩૦૨૨ ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૭૪ થી રૂ.૩૦૯૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૭૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૬૨૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૭૩૭ થી રૂ.૨૭૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એસીસી લીમીટેડ ( ૨૩૦૫ ) :- રૂ.૨૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૨૨૪૪ બીજા સપોર્ટથી સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૩૪૭ થી રૂ.૨૩૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૪૮૪ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૩૪૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૦૮ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ટીવીએસ મોટર્સ ( ૨૮૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ ૨/૩ વિહીક્લ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૦૮ થી રૂ.૨૭૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- હિન્દુસ્તાન યુનીલીવર ( ૨૭૯૫ ):- રૂ.૨૮૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૮૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૭૭૦ થી રૂ.૨૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૮૬૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓબેરોઈ રીયાલીટી ( ૨૦૪૮ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૧૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૨૦૦૮ થી રૂ.૧૯૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૯૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૭૮ થી રૂ.૧૮૬૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારતી ઐરટેલ ( ૧૭૨૩ ) :- રૂ.૧૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.