રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૮૦ સામે ૮૦૦૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૫૧ સામે ૨૪૬૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૪૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ૫૦% ટેરિફ અમલી બનાવીને ભારત સરકાર પર દબાણ વધારવાના કરેલા પ્રયાસે સામે મોદી સરકારે ભારતીય ઉદ્યોગને જીએસટી સહિતમાં રાહત આપવાના આપેલા સંકેત છતાં મામલો વધુ ગૂંચવાવાના સંજોગોમાં ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, મશીનરી, ઓટો ઉદ્યોગની નિકાસ મોરચે હાલત કફોડી બની શકવાના અંદાજોએ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ઘટાડો નોંધાયો હતો.
ચોમાસાની સારી પ્રગતિ છતાં ભારતની અમેરિકામાં થતી મશીનરી નિકાસો પર ટેરિફથી અસર થવાની શકયતાએ ફંડોએ ખાસ કેપિટલ ગુડઝ-પાવર અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે અમેરિકામાં એચ૧બી વીઝા સહિતના અંકુશોની આશંકાએ હાલત બગડવાની શકયતાએ શેરોમાં વેચવાલી કરતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેના નિર્ણયનો આધાર ફુગાવાના ડેટા પર રહેલો હોવાથી આજરોજ જાહેર થનારા ફુગાવાના ડેટા પૂર્વે વૈશ્વિક ડોલરમાં નબળાઈને પગલે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલનો સ્ટોક ગયા સપ્તાહમાં ઘટીને આવતા ક્રુડઓઈલના ભાવને ટેકો મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ, પાવર અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૭ અને વધનારની સંખ્યા ૧૮૯૦ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે આઈટીસી લિ. ૨.૨૬%, બીઈએલ ૧.૪૭%, ટ્રેન્ટ લિ. ૧.૪૩%, લાર્સન ૧.૧૨%, કોટક બેન્ક ૧.૦૭%, એશિયન પેઈન્ટ્સ ૧.૦૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૦%, ટાટા સ્ટીલ ૦.૫૯% અને સન ફાર્મા ૦.૪૯% વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૯૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૨૧%, ઈન્ફોસીસ લિ. ૨.૦૪%, એનટીપીસી ૧.૦૩%, ટાટા મોટર્સ ૦.૯૮%, ટેક મહિન્દ્ર ૨.૯૨%, એચડીએફસી બેન્ક ૦.૬૮%, એક્સિસ બેન્ક ૦.૬૫% અને ટીસીએસ લિ. ૦.૪૦% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાએ ભારત પર ૫૦% ટેરિફ લાદી દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે સફળ થવાની શક્યતા ઓછી છે. ઈવાય (EY) દ્વારા ઑગસ્ટ માસમાં જાહેર કરાયેલા ઈકોનોમી વોચ રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ૨૦૩૮ સુધીમાં વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તે સમયે ભારતનો જીડીપી આશરે ૩૪.૨ લાખ કરોડ ડૉલર સુધી પહોંચી જશે. હાલ ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતનો વિકાસ ફક્ત વસ્તી આધારિત નથી, પરંતુ માળખાકીય સુધારાઓ, સ્થિતિસ્થાપક મૂળભૂત પાયા અને આંતરિક માંગના કારણે મજબૂત બન્યો છે. સ્થાનિક માગમાં સતત વધારો અને આધુનિક ટેકનોલૉજીની વધતી ક્ષમતાઓ ભારતને ઝડપી વિકાસ તરફ દોરી રહી છે.
ઈવાયના અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતનો જીડીપી ૨૦.૭ લાખ કરોડ ડૉલર સુધી પહોંચી શકે છે. ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૪૨.૨ લાખ કરોડ ડૉલરનો જીડીપી હાંસલ કરી શકે છે, પરંતુ વૃદ્ધોની વધતી વસ્તી અને વધતા દેવાના ભારને કારણે તેને પડકારોનો સામનો કરવો પડશે. બીજી તરફ અમેરિકા પર વધેલા ટેરિફને કારણે મોંઘવારીનો બોજ વધશે અને તેની જીડીપી મંદ પડી શકે છે. જર્મની અને જાપાન વૈશ્વિક વેપાર પર વધુ નિર્ભર છે, જ્યારે ભારત પાસે યુવા વસ્તી, સ્થાનિક માંગ અને ટકાઉ રાજકોષીય આઉટલૂકના કારણે વધારે ક્ષમતાઓ છે. ભારતની યુવા વસ્તી, કુશળ કાર્યબળ, મજબૂત બચત અને રોકાણ ક્ષમતાઓ તેમજ ટેક્નોલૉજીના વિકાસને કારણે ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી, ફાઇનાન્સ, સંરક્ષણ અને કન્ઝ્યુમર માર્કેટમાં ભારતની પકડ મજબૂત થતી જાય છે, જે તેને વિશ્વનું મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર બનાવશે.
તા.૦૧.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૯.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૫૯૫ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૭૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૬૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૭૮ થી રૂ.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૬૪ ) :- રૂ.૧૩૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૮ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૨૦ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૭૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૩૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૯૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૫૩ થી ૧૦૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૮૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૭૫ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૫૦ થી રૂ.૧૪૩૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૫ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૫૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૦૯ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૨૫ ) :- રૂ.૯૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૫૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૬૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies