રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૪૩ સામે ૮૦૨૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૬૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૩૪ સામે ૨૪૫૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૭૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ ૨૫% ટેરિફ લાદતાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ઉછાળો નોંધાયો હતો. ટ્રમ્પે અગાઉ ૧ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫% ટેરિફ લાદ્યા બાદ વધુ ૨૫% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ ભારતીય શેરબજાર પર ખાસ કોઈ અસર જોવાઈ નહોતી.
ટ્રમ્પ ટેરિફના નામે વૈશ્વિક બજારોને ડામાડોળ કરી રહ્યા હોવા સાથે ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીના નામે વધુ ટેરિફની ધમકી આપ્યા સામે ભારત વળતી આક્રમક લડત આપતા ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ પોજીટીવ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકા અને રશીયાની મુલાકાત પર વિશ્વની નજર રહી હોઈ વૈશ્વિક બજારોમાં બે-તરફી સાંકડી વધઘટ જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ગુડ્સ પરના ટેરિફને બમણા કરીને ૫૦% સુધી વધારી દીધા હોવાથી ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે સ્થિર રહ્યો હતો, જયારે રશિયાનું ક્રુડઓઈલ ખરીદનારા દેશોના માલસામાન પર ટેરિફ વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી બાદ રશિયા ખાતેથી ક્રુડ ઓઈલનો પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ક્રુડઓઈલના ભાવ સુધારા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૩ અને વધનારની સંખ્યા ૧૮૪૪ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટેક મહિન્દ્ર ૧.૬૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૭%, ઈટર્નલ લિ. ૦.૯૭%, એક્સિસ બેન્ક ૦.૮૫%, મારુતિ સુઝુકી ૦.૮૦%, ટાટા સ્ટીલ ૦.૬૩%, એચડીએફસી બેન્ક ૦.૬૩%, એશિયન પેઈન્ટ્સ ૦.૫૯% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૧% વધ્યા હતા, જ્યારે અદાણી પોર્ટ્સ ૧.૫૫%, ટ્રેન્ટ લિ. ૧.૦૬%, ટાટા મોટર્સ ૦.૮૫%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૭૪%, એનટીપીસી ૦.૬૯% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૪%, કોટક બેન્ક ૦.૪૯%, બીઈએલ ૦.૪૫% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૪ લાખ કરોડ વધીને ૪૪૫.૪૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક વેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. ભારતે યુકે, યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરાર પૂર્ણ કર્યા છે અને અમેરિકા, યુરોપ, ઓમાન તથા ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટ થઈ રહી છે.
ભારત પાસે ફોરેકસ રિઝર્વનું સ્તર સાનુકૂળ છે અને ૧૧ મહિનાનું આયાત બિલ ચૂકવી શકાય એટલું છે. દેશની બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએની સ્થિતિ સંતોષકારક છે. ગ્રોસ એનપીએનું સ્તર ૨.૨૦% અને નેટ એનપીએ ૦.૫૦% થી ૦.૬૦% આસપાસ છે. ફુગાવાને જ્યાં સુધી સંબંધ છે ત્યાંસુધી ભારત બહારી પરિબળો પર ઓછો આધાર રાખે છે. ટેરિફની કોઈપણ અસર થશે તો તે વિકાસ અને માંગ પર જોવા મળશે. જ્યાં સુધી રિટાલિએટરી ટેરિફ નહીં હોય ત્યાં સુધી ફુગાવા પર કોઈ ગંભીર અસર જોવા નહીં મળવાની શકયતા છે.
તા.૦૮.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૭.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૭૦ પોઈન્ટ થી ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઓબેરોય રિયલ્ટી ( ૧૬૧૮ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૭ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૩ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૦૯ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૭૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૯૪ થી ૧૧૦૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૧૬૪ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૧૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૮ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૩ થી રૂ.૧૧૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૯૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૧૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સન ફાર્મા ( ૧૬૦૪ ) :- રૂ.૧૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies