રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૯૯ સામે ૮૦૭૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૨૭ સામે ૨૪૬૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૯૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્વનો નવો દોર શરૂ થવાના એંધાણે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ ઊભું થવાના જોખમે અને ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લાગ્યા હતા, જો કે ભારત પર ૨૫% અમેરિકી ટેરિફનો અમલ સાત દિવસ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, એફઆઈઆઈની સતત વેચવાલી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશ પર ૨૫% ટેરિફની જાહેરાત બાદ સપ્તાહમાં અસ્થિરતા બાદ સોમવારે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને એશિયન ચલણોમાં વધારાને પરિણામે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત થયો હતો, જયારે સપ્ટેમ્બર માસમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવા માટે સંમતિ મળતાં ક્રુડઓઇલના ભાવ ઘટીને રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૭ અને વધનારની સંખ્યા ૨૨૮૬ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૪.૩૧%, બીઈએલ ૩.૫૫%, અદાણી પોર્ટ્સ ૩.૨૪%, ટેક મહિન્દ્ર ૨.૫૩%, ટીસીએસ લિ. ૨.૩૯%, ભારતી એરટેલ ૧.૫૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૭%, ટ્રેન્ટ લિ. ૧.૨૯% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૬% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ ૧.૧૦%, એચડીએફસી બેન્ક ૦.૯૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૦% અને હિંદુસ્તાન યુનિલિવર ૦.૨૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૩૦ લાખ કરોડ વધીને ૪૪૮.૮૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓ વધી અને ૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ લાગુ કરવાના નિર્ણય અને રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ધીમી પડવાની શકયતા જ્યારે બીજી બાજુ દેશમાં ચોમાસાની સારી સ્થિતિને ધ્યાનમાં રાખી સોમવારથી અહીં શરૂ થઈ રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની બેઠકમાં રેપો રેટના નિર્ણય સંદર્ભમાં મિશ્ર મત વ્યકત થઈ રહ્યા છે. એક વર્ગ રેપો રેટ જળવાઈ રહેવાની ધારણાં રાખે છે જ્યારે બીજા કેટલાક તેમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવશે તેમ માની રહ્યો છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં ફુગાવો ફરી વધી ૪.૫૦% પર આવી જવાની શકયતાને ધ્યાનમાં રાખતા એમપીસી હાલમાં રેપો રેટ જાળવી રાખશે તેવી સંભાવના વધુ છે.
નાણાં વર્ષ ૨૦૨૭માં ફુગાવો ૪%ની નજીક જળવાઈ રહેવાની જ્યાંસુધી ખાતરી ન થાય ત્યાંસુધી રેપો રેટમાં કોઈ ઘટાડો ન થાય તે જ યોગ્ય ગણાશે જો કે વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટથી નીચે રહેવાના અંદાજને ધ્યાનમાં રાખતા રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવવાની ઈક્રાના સુત્રોએ ધારણાં મૂકી હતી. એમપીસીની મીટિંગ જે અગાઉ ૫થી ૭ ઓગસ્ટ મળનારી હતી તે હવે ૪થી ૬ ઓગસ્ટના યોજાઈ રહી છે. હાલમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ જોવાઈ રહી છે અને ખરીફ પાકની વાવણી પણ પ્રગતિના પંથે છે ત્યારે ખાધ્ય પદાર્થોનો ફુગાવો નીચો રહેવાની અપેક્ષા છે. જો કે ખરીફ પાકના અંદાજ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
તા.૦૫.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૪.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૮૦ પોઈન્ટ થી ૨૪૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- બજાજ ફિનસર્વ ( ૧૯૪૫ ) :- હોલ્ડિંગ કંપની સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૭૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સન ફાર્મા ( ૧૬૪૭ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૬૨૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૬૩ થી રૂ.૧૬૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૭૮ ) :- રૂ.૧૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૪૪ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૦ થી રૂ.૧૫૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૬૨ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૬૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૭૭ થી ૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓબેરોઈ રિયલ્ટી ( ૧૬૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૦૩ થી રૂ.૧૫૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૦ ) :- રૂ.૧૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૦૨ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૪૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૭૪ ) :- રૂ.૧૦૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૪૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies