Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે
    • બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો
    • ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે
    • India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત
    • તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ
    • 15 ઓક્ટોબર નું પંચાંગ
    • 15 ઓક્ટોબર નું રાશિફળ
    • Saiyaraaએકટ્રેસ અનિત પડ્ડાનું પહેલું રેમ્પ વોક કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»NiftyFuture ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    NiftyFuture ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalFebruary 28, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૮.૦૨.૨૦૨૫ ના રોજ…

    બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૪૬૧૨સામે૭૪૨૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૧૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૧૧૪૧પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૧૪ પોઈન્ટના ઘટાડા સાથે૭૩૧૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૮૩સામે૨૨૫૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૨૩૩પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૩૪૧પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૪૦૩ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૨૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારતીયશેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે સપ્તાહના અંતે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યોહતો.અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથેઅમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત કરતા અનેચીન સામેનું ટેરિફ પણ વધારાશે તેવી જાહેરાત બાદ અમેરિકી બજારમાં કડાકો નોંધાતા તેની આજે એશિયન બજારમાં જોવા મળી હતી અને ભારતીય શેરબજારમાં પણ અંદાજીત૧૪૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજેડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાંરૂપિયા સામે ડોલરના ભાવમાં બેતરફી મૂવમેન્ટ જોવા મળી હતી, જયારેક્રૂડતેલના ભાવમાં બે મહિનાનીનીચી સપાટીએથી ફરી ઉચાળો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૬% અને સ્મોલકેપઈન્ડેક્સ૨.૩૩%ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, ફોકસ્ડઆઈટી,આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, એફએમસીજી અનેકંઝ્યુમર ડ્યુરેબલ્સશેરોમાં ભારેવેચવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૨સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૩૪અને વધનારની સંખ્યા૭૫૯ રહી હતી,૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૫શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક૧.૮૬% વધ્યોહતો, જયારે ટેકમહિન્દ્ર ૬.૧૯%, ઇન્ડસઇન્ડ બેન્ક૫.૪૮%, મહિન્દ્રા & મહિન્દ્રા ૫.૨૧%, ભારતી એરટેલ ૪.૮૬%, ઈન્ફોસીસલી. ૪.૩૨%, ટાટા મોટર્સ૪.૨૭%, ટાઈટન કંપની ૪.૧૭%, નેસ્લે ઇન્ડિયા ૩.૮૮% અનેટીસીએસ લી. ૩.૫૬% ઘટ્યાહતા.

    બજારની ભાવિ દિશા….મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં એફઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક ફેબ્રુઆરીમાં જ રૂપિયા ૧ લાખ કરોડની પાર પહોંચી ગયો છે. વર્ષ૨૦૨૪માં રૂપિયા એક લાખ કરોડની વેચવાલીનો આંક મે માસમાં પાર થયાનું જોવા મળ્યું હતું.વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે.જાન્યુઆરી માસમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.૮૭૩૭૪.૬૬કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાંએફઆઈઆઈએકેશમાં રૂ.૪૭૩૪૯.૦૬કરોડની નેટ વેચવાલી કરી છે.વર્ષ૨૦૨૫માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂ.૧,૩૪,૭૨૩.૭૨ કરોડની વેચવાલી કરીછે.

    વર્ષ૨૦૨૫માં એફઆઈઆઈ દ્વારા વેચવાલીની ગતિ જળવાઈ રહેશે તો ૨૦૨૪ના સંપૂર્ણવર્ષના રૂ.૩૦૪૨૧૭ કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું માની રહ્યા છે.ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડયીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે.જો કેઆર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામોબજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે.

    તા.૦૩.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૮.૦૨.૨૦૨૫ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૨૨૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૨૪૦૪પોઈન્ટનાપ્રથમઅને૨૨૪૭૪પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૨૨૨૦૨પોઈન્ટથી૨૨૦૮૮પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૪૭૪પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૮.૦૨.૨૦૨૫ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૮૬૨૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૪૮૯૭૯પોઈન્ટપ્રથમઅને૪૯૦૦૯પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૪૮૪૭૪પોઈન્ટથી૪૮૩૦૩પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૦૦૯પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટાટા કોમ્યુનિકેશન્સ(૧૩૫૯) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૩૨૩આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૩૦૩નાસ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૪થી રૂ.૧૩૮૦નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૯૩ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • વોલ્ટાસ લિ.(૧૩૦૪) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૦આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૨૫૫ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૨૩થીરૂ.૧૩૩૦ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • અદાણી પોર્ટ્સ (૧૦૭૩):-રૂ.૧૦૪૪નોપ્રથમ તેમજ રૂ.૧૦૩૦બીજા સપોર્ટથીપોર્ટ્સ એન્ડપોર્ટ્સસર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૦૯૩થી રૂ.૧૧૦૩સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર( ૧૦૧૪):-પર્સનલ કેરસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૪થીરૂ.૧૦૪૦ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૩નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર (૯૭૧ ) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૨૯સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફીસેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૮૯થીરૂ.૯૯૭આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચસીએલ ટેક્નોલોજી (૧૫૮૧) :-ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૫૭થીરૂ.૧૫૩૦ના નીચામથાળેભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૩૦ ):-રૂ.૧૪૪૭આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૪૫૪ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૦૪થીરૂ.૧૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • સિપ્લા લિ.(૧૪૧૦ ) :-ફાર્માસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૩૯૩થીરૂ.૧૩૮૦ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક( ૧૨૦૯ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબપ્રાઈવેટ બેન્કસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૪આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૮૮થીરૂ.૧૧૭૩ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સિસ બેન્ક (૧૦૨૦):- રૂ.૧૦૪૭આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૦૫૪નાસ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૯૭થીરૂ.૯૮૦નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Indian Stock Market NSE Sensex
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 14, 2025
    રાષ્ટ્રીય

    હવે UPI માં પિન દાખલ કરવાની ઝંઝટમાંથી મળી મુક્તિ

    October 14, 2025
    વ્યાપાર

    યુએસ ટેરિફ બાદ ટેક્સટાઈલ નિકાસ માટે યુરોપીયન માર્કેટમાં નવી તકો…!!

    October 14, 2025
    વ્યાપાર

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં IREDAના નફામાં ૪૧%નો ઉછાળો…!!

    October 14, 2025
    વ્યાપાર

    નેટ ડાયરેક્ટ ટેક્સ વસુલાત ૬% વધી રૂ.૧૧.૮૯ લાખ કરોડ પર પહોંચી…!!

    October 14, 2025
    વ્યાપાર

    બિટકોઈનમાં કડાકા બાદ રિકવરી : ફેડના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ ક્રિપ્ટોમાં લેવાલી…!!

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025

    15 ઓક્ટોબર નું પંચાંગ

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.