Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૯.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૦૭૯ સામે ૮૩૦૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૭૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૯૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૪૯ સામે ૨૫૪૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૩૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૩૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક બજારો અને રોકાણકારોની નજર હાલ અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા બુધવારે રેટ કટ મામલે લેવાનારા નિર્ણય પર છે.વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે,આ સાથે સેન્સેક્સ ૮૩૩૨૬નું રેકોર્ડ લેવલ ઐતિહાસિક ટોચ બનાવી હતી.નિફ્ટી પણ ૨૫૫૧૯ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટી પણ ૫૨૯૯૯ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

    સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિય ખરીદી થતાં માર્કેટબ્રેડથ પોઝીટીવ બની હતી.બેંકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આજે ફંડોની સતત પસંદગીની ખરીદી રહી હતી.દેશમાં સારા વરસાદથી વાહનોની ખરીદી દેશભરમાં વધવાના અંદાજો ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની ફરી પસંદગીની ખરીદી રહી હતી.શેરબજારમાં આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં સૌથી વધુ વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. જેના પગલે ઈન્ડેક્સ ૨%થી વધુ તૂટ્યા છે. બીજી તરફ ટેલિકોમ, હેલ્થકેર ઈન્ડેક્સ પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના ચાલતાં અને બુધવારે સાંજે વ્યાજ દરમાં ઘટાડા મામલે નિર્ણય પૂર્વે અટકળો વચ્ચે વૈશ્વિક બજારોમાં ખાસ યુરોપના બજારમાં તેજી જોવાઈ હતી.વ્યાજના દરોમાં ૨૫થી ૫૦પોઈન્ટ્સ નો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે.જેના પગલે ઈક્વિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,શ્રીરામ ફાઈનાન્સ,સન ટીવી,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,એચડીએફસી એએમસી,નેસ્ટલે ઇન્ડિયા,એચડીએફસી બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક,ચોલા ફાઈનાન્સબજાજ ફીન્સેર્વ,એસબીઆઈ લાઈફ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,કોલ્પાલ, ટીસીએસ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,રિલાયન્સ,ગ્રાસીમ,લ્યુપીન,વોલ્ટાસ,સન ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૪૮ અને વધનારની સંખ્યા ૧૫૨૬ રહી હતી,  ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૨૩૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,ચાઈનાના સંભવિત વ્યાજ દર ઘટાડા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના મળનારી મીટિંગમાં ઘણા સમય પછી વ્યાજ દરમાં સંભવિત ૦.૨૫થી ૦.૫૦%ઘટાડા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.આ મહત્વના પરિબળો વચ્ચે આગામી  દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા તફડી જોવાઈ શકે છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં ફરી મોટાપાયે ખરીદદાર બન્યા સાથે સપ્તાહની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહેતાં સેન્સેક્સ, નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચાયો હતો. વૈશ્વિક બજારોમાં એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહી ચાઈના આર્થિક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા મથી રહ્યું છે અને એક પછી એકઅર્થતંત્રને ઉગારવાના પ્રયાસો કરી રહ્યું છે, તેની સાથે ઈન્વેસ્મેન્ટ બેંકરો અને ઓડિટિંગ કંપનીઓ વિરૂધ્ધ દંડાત્મક પગલાં લઈ રહ્યું છે, ત્યારે અમેરિકા પણ મોટી મંદીમાં ખાબકી ન જાય એ માટેના પ્રયાસો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડાની થઈ રહેલી માંગને લઈ ૦.૨૫%ને બદલે ૦.૫૦%નો વ્યાજ દર ઘટાડો કરશે એવા અનુમાનો વચ્ચે ગત સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી.

    તા.૧૯.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૮.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૩૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૦૪ પોઈન્ટ થી ૨૫૪૭૪ પોઈન્ટ, ૨૫૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૮.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૭૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૨૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૮૦૮ પોઈન્ટ થી ૫૨૯૩૯ પોઈન્ટ,૫૩૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લીમીટેડ ( ૨૪૭૫ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૮૮ થી રૂ.૨૫૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૯૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૦૧૩ થી રૂ.૨૦૩૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૯૮૯ ) :- રૂ.૧૯૮૯ નો પ્રથમ તેમજ રૂ.૧૯૪૪ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૦૩ થી રૂ.૨૦૧૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૫૩૯ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૦૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૮૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૭૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૮૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૬૦ થી રૂ.૨૮૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૨૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસીસ ( ૧૮૯૫ ):- રૂ.૧૯૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૭૫૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૭૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૪૦ થી રૂ.૧૭૩૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • અદાણી પોર્ટસ ( ૧૪૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૨૦૦ ) :- રૂ.૧૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.